Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 420 of 4199

 

ગાથા ૩૨ ] [ ૧૩૯ પર્યાયમાં જે વિકાર થાય છે તેને કર્મના નિમિત્તે થયેલો દેખી કર્મથી કરવામાં આવેલો છે એમ કહ્યું છે. જ્યારે અહીં કહે છે કે રાગના ભાવ્યપણે થવાની લાયકાત જીવની છે, માટે તે રાગનો ર્ક્તા છે. પ્રવચનસારમાં ૪૭ નયોમાં એક ર્ક્તૃત્વનય છે. એમાં કહે છે- આત્મદ્રવ્ય ર્ક્તૃનયે, રંગરેજની માફક, રાગાદિ પરિણામનું કરનાર છે,’ જ્યાં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે ત્યાં દ્રવ્યદ્રષ્ટિથી આત્મા અર્ક્તા છે એમ કહ્યું છે. શક્તિમાં દ્રષ્ટિનો વિષય અને સ્વભાવની અપેક્ષાએ વર્ણન છે. તેથી જીવ રાગનો ર્ક્તા નથી એવો અર્ક્તાસ્વભાવી કહ્યો છે. જ્યારે અહીં પર્યાયમાં ક્ષણે ક્ષણે કંઈક પરાધીનતા અને સ્વાધીનતા થાય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. દ્રષ્ટિ સાથે જે જ્ઞાન પ્રગટ થયું છે તે એમ જાણે છે કે જીવ ર્ક્તૃનયે રાગરૂપે પરિણમનાર છે. કર્મના લઈને જીવ રાગરૂપે થાય છે એમ નથી. તેમ જ રાગ કરવા લાયક છે એમ પણ નથી. પરંતુ રાગરૂપે જીવ (સ્વયં) પરિણમે છે તેથી ર્ક્તા કહેવાય છે. છતાં પણ ર્ક્તૃનય સાથે અર્ક્તૃનય હોવાથી રાગનો જ્ઞાની સાક્ષી જ છે, જાણનાર જ છે. રાગને ન કરે એવો અર્ક્તૃત્વગુણ આત્મામાં છે. છતાં પર્યાયમાં જે રાગ થાય છે તે કર્મના નિમિત્તે, કર્મને અનુસરીને થવાની યોગ્યતા પર્યાયમાં હોવાથી થાય છે. તે પર તરફનું વલણ છોડી સ્વનું વલણ કરવું તે સાચો પુરુષાર્થ છે. શક્તિ અને દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ જીવને રાગ-દ્વેષનો ભોગવટો નથી, કેમકે તેનામાં અભોક્તૃત્વ શક્તિ છે. કર્મના નિમિત્તથી થતાં વિકારીભાવના ઉપરમરૂપ આત્માનો અનુભવ તે ખરેખર પોતાનો ભોગવટો છે. આ ગુણ અને દ્રવ્યને અભેદ કરીને વાત છે. પરંતુ જ્યારે પર્યાયમાં શું છે તે સિદ્ધ કરવું હોય ત્યારે ભોક્તૃત્વ નયથી સુખ-દુઃખ, સંકલ્પ-વિકલ્પ, પુણ્ય-પાપ અને રાગ-દ્વેષનો ભોગવનાર છે. આવો એક નય છે, પરંતુ પરને આત્મા ભોગવનાર નથી. ધવલના છટ્ઠા ભાગમાં પણ કહ્યું છે કે અંતરંગ કારણ પ્રધાન છે, નિમિત્ત નહિ.

પ્રશ્નઃ– સ્વામી-કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે કેઃ-જુઓ પુદ્ગલની શક્તિ! તે કેવળજ્ઞાનને પણ રોકે છે. કેવળજ્ઞાનને રોકે એવું કેવળજ્ઞાનાવરણીય કર્મ છે ને?

ઉત્તરઃ– એ તો પુદ્ગલમાં નિમિત્ત થવાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલી શક્તિ છે તે બતાવ્યું છે. કેવળજ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો માટે કેવળજ્ઞાન રોકાયું છે એમ નથી. ઉદય તો જડમાં છે, અને ઉદ્રયને અનુસરવાની લાયકાત પોતાની છે. માટે જ્ઞાન પોતાથી હીણપણાને પ્રાપ્ત થયું છે. પરિણતિમાં વિષયનો પ્રતિબંધ થતાં થોડો વિષય કરે છે અને ઘણો છોડી દે છે. તે પોતાથી થાય છે, જ્ઞાનાવરણીય કર્મ તો એમાં નિમિત્ત છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ભાવકપણે આવે છે તે તેની સત્તામાં છે અને જીવની સત્તામાં પોતાના કારણે તેને અનુસરીને જ્ઞાની હીણી દશા થવાની ભાવ્ય દશા થાય છે. તે ભાવ્ય- ભાવકસંકરદોષ છે. હવે પર્યાયને પૂર્ણ નિર્મળ કરવા, પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન કેવળજ્ઞાનનો પિંડ છે તેનો પૂર્ણ આશ્રય