૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ બરાબર જાણતો હોવા છતાં જ્ઞેયરૂપ થતો નથી. તરતો રહે છે એટલે જણાવા યોગ્ય જ્ઞેયથી જુદો રહે છે. વળી તે જ્ઞાનસ્વભાવ પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. તેથી જ્ઞાનની પર્યાય અંતરમાં આત્માને વિષય બનાવતાં તે પ્રત્યક્ષ થાય છે. આવો અવિનાશી ભગવાન જ્ઞાનસ્વભાવ પોતાથી જ સિદ્ધ અને પરમાર્થ સત્ છે. અહાહા! આત્મા તો ભગવાન છે પણ તેનો જ્ઞાનસ્વભાવ પણ ભગવાન છે. આ ભગવાનની સ્તુતિ છે. એટલે પોતે ભગવાન છે તેની સ્તુતિ છે.
શિષ્યે પૂછયું હતું કે તીર્થંકર અને કેવળીની નિશ્ચય સ્તુતિ કેમ થાય? તેનો ઉત્તર એમ આપ્યો કે-આત્મા રાગ અને પરથી ભિન્ન પડીને એક નિજ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈ તેને અનુભવે તે તેની સ્તુતિ છે. ભાવક કર્મનો ઉદ્રય છે અને ભાવ્ય થવાને લાયક પોતાનો આત્મા ભાવ્ય છે. તે બન્નેની એક્તા તે ભાવ્યભાવકસંકરદોષ છે. તે દોષને દૂર કરતાં બીજા પ્રકારની સ્તુતિ થાય છે.
ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે. તે ‘મોહ’ પદ બદલીને તેની જગાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં. ચારિત્રમોહનો ઉદ્રય કર્મમાં આવ્યો. તેને અનુસરીને પર્યાયમાં રાગદ્વેષરૂપ થવાની યોગ્યતાવાળો ધર્મીનો આત્મા પણ છે. તેથી ઉદયને અનુસરતાં પર્યાયમાં ભાવ્ય જે રાગ-દ્વેષ થાય છે તે સંકરદોષ છે. હવે જ્ઞાયક-સ્વભાવના ઉગ્ર આશ્રયથી, ઉદ્રય તરફનું વલણ છોડતાં પરથી ભેદ પડી જાય છે અને તેથી રાગ-દ્વેષ ઉત્પન્ન થતા નથી, પરંતુ અરાગી-અદ્વેષી પરિણામ પ્રગટ થાય છે. તેને રાગ-દ્વેષને જીતવું કહે છે.
રાગ અને દ્વેષમાં ચારેય કષાય આવી જાય છે. ક્રોધ તથા માન દ્વેષરૂપ છે અને માયા તથા લોભ રાગરૂપ છે. ચારિત્રમોહનો ઉદય તો જડમાં આવે છે. છતાં સમકિતી અને મુનિને પણ ચારિત્રમોહના ચારેય પ્રકારના ઉદ્રયને અનુસરીને કષાયરૂપે પરિણમવાની યોગ્યતા છે. પરંતુ હવે તેને છોડી દે છે. કષાય પ્રગટ થયો અને પછી તેને જીતીને છોડી દે છે એમ નહિ. પરંતુ કષાય ઉત્પન્ન જ થવા દીધો નહિ. કષાયના ઉદ્રય તરફનું લક્ષ છોડી અર્થાત્ તેનું અનુસરણ છોડીને સ્વભાવના લક્ષે સ્વભાવનું અનુસરણ કરતાં ભાવક અને ભાવ્યનું ભેદજ્ઞાન થાય છે. તેથી ભાવ્ય-કષાય ઉત્પન્ન થતો જ નથી તેને કષાય જીત્યો એમ કહેવાય છે.
એક બાજુ ૪૭ શક્તિઓના વર્ણનમાં એમ કહ્યું કે કર્મના નિમિત્તે થતા રાગનું ર્ક્તાપણું જીવને નથી. જીવ રાગનો અર્ક્તા છે એવો એનો સ્વભાવ છે. રાગને ન કરે એવો તેનામાં અર્ક્તા ગુણ છે. ‘સમસ્ત, કર્મથી કરવામાં આવેલા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કરણના ઉપરમરૂપ અર્ક્તૃત્વશક્તિ.’ કર્મથી કરવામાં આવેલા પરિણામ એટલે કે વિકારી પરિણામ જીવ કરે એવો ખરેખર એમાં કોઈ ગુણ નથી. તેથી