Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 427 of 4199

 

૧૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ મુનિ ત્યાંથી પાછા હઠે છે અને પછી ઉગ્ર પુરુષાર્થ કરી મોહાદિનો ક્ષય કરે છે. ઉપશમ- શ્રેણીમાં પુરુષાર્થ મંદ હોય છે, જ્યારે ક્ષપકશ્રેણીમાં તે ઉગ્ર હોય છે.

આ સ્તુતિ છે તે સાધકભાવ છે, અને તે બારમા ગુણસ્થાન સુધી જ હોય છે. ૧૩ મા ગુણસ્થાને સ્તુતિ ન હોય, કારણ કે ૧૩ મું ગુણસ્થાન-કેવળજ્ઞાન તો સ્તુતિનું ફળ છે. પૂર્વે કહ્યું તેમ ઇન્દ્રિયોને જીતીને જેણે અતીન્દ્રિય એવા આત્માનું જ્ઞાન અને ભાન કર્યું છે તે જીવ ત્યાર પછી કર્મના નિમિત્તને અનુસરીને જે ભાવ્ય થાય છે તેનો ઉપશમ કરે છે. ત્યારે તે જિતમોહ થાય છે. તે જ આત્માના હવે પોતાના સ્વભાવભાવનું ઉગ્ર અવલંબન કરે છે. જે ભાવનાથી (એકાગ્રતાથી) કર્મનું ઉપશમપણું થતું હતું તેમાં પુરુષાર્થ મંદ હતો. પરંતુ હવે તે જ્ઞાયક આત્માના અતિ ઉગ્ર આશ્રય વડે પુરુષાર્થને ઉગ્ર બનાવે છે તેથી કર્મનો ક્ષય થાય છે. ઉગ્ર પુરુષાર્થથી મોહની સંતતિનો અત્યંત નાશ થઈ જાય છે. પુરુષાર્થ વડે મોહનો ક્ષય થાય છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. કર્મનો જે ક્ષય થાય છે એ તો એની પોતાની યોગ્યતાથી થાય છે. સ્વભાવ તરફના ઉગ્ર પુરુષાર્થના સમયે કર્મમાં ક્ષય થવાની યોગ્યતા હોય છે તે એની પોતાથી છે. સ્વભાવસન્મુખતાના અતિ ઉગ્ર પુરુષાર્થથી જ્યારે કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે ચાર ઘાતીકર્માનો ક્ષય થાય છે એમ (નિમિત્તથી) કહેવાય છે. ખરી રીતે તો તે કર્મો નાશ થવાની યોગ્યતાવાળાં હતાં તેથી ક્ષયપણાને પામે છે. તે કાળે કર્મની પર્યાય અકર્મરૂપે થવા યોગ્ય હોય છે તેથી થાય છે. આમ સ્વભાવના ઉગ્ર પુરુષાર્થથી જે પર્યાયમાં ઉપશમભાવનો મંદ પુરુષાર્થ હતો તેને ટાળી નાખ્યો એ ત્રીજા પ્રકારની સ્તુતિ છે.

પરિપૂર્ણ ભગવાન આત્માનો અનુભવ કરી જે જિતમોહ થયો છે તેણે રાગને દબાવ્યો છે, રાગનો ઉપશમ કર્યો છે પણ અભાવ કર્યો નથી, કેમકે તેને સ્વભાવનું ઉગ્ર અવલંબન નથી. હવે જો તે નિજ જ્ઞાયકભાવનું અતિ ઉગ્ર અવલંબન લે તો મોહની સંતતિના પ્રવાહનો એવો અત્યંત વિનાશ થાય કે ફરીને મોહનો ઉદય ન થાય. આવી રીતે જ્યારે ભાવકરૂપ મોહનો ક્ષય થાય છે ત્યારે વિભાવરૂપ ભાવ્યનો પણ આત્મામાંથી અભાવ થાય છે. જે ભાવક મોહ છે તેના તરફનું વલણ છૂટતાં અને ઉગ્ર પુરુષાર્થ વડે સ્વભાવનું અવલંબન લેતાં ભાવક મોહ અને ભાવ્ય મોહ બન્નેનો અભાવ થાય છે. તેથી ક્ષીણમોહ ગુણસ્થાનમાં પરમાત્મપણાને પ્રાપ્ત થાય છે. આ ત્રીજા પ્રકારની સ્તુતિ છે.

૧૨ મા ગુણસ્થાનમાં ભાવ્યભાવક ભાવનો અભાવ થવાથી એકપણું થવાથી ટંકોત્કીર્ણ પરમાત્મપણાને પ્રાપ્ત થયેલો તે ક્ષીણમોહ જિન થયો છે. ત્રણ પ્રકારે જિન કહ્યા છે. પ્રથમ જિતેન્દ્રિય જિન, બીજો ઉપશમ અપેક્ષાએ જિતમોહ જિન અને ત્રીજો ક્ષાયિકરૂપ ક્ષીણમોહ જિન. સમ્યગ્દર્શન થતાં જિતેન્દ્રિય જિન થાય છે. ઉપશમ શ્રેણી થતાં જિતમોહ જિન થાય છે અને અતિ ઉગ્ર પુરુષાર્થ દ્વારા પૂર્ણ વીતરાગસ્વરૂપ પ્રગટ થતાં ક્ષાયિક જિન-ક્ષીણમોહ જિન થાય છે. બીજા પ્રકારની સ્તુતિમાં ઉપશમ શ્રેણીની વાત છે, ઉપશમ સમક્તિની વાત નથી. તેવી રીતે ત્રીજા પ્રકારની સ્તુતિમાં કેવળજ્ઞાનની વાત નથી, પરંતુ ૧૨ મા ક્ષીણમોહ