ગાથા ૩૩ ] [ ૧૪પ [अद्य एव] તત્કાળ [बोधं] યથાર્થપણાને [न अवतरति] ન પામે? અવશ્ય પામે જ. કેવું થઈને? [स्व–रस–रभस–कृष्टः प्रस्फुटन् एकः एव] પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એકસ્વરૂપ થઈને.
ભાવાર્થઃ– નિશ્ચય-વ્યવહારનયના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે; તેને જાણીને, એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. અહીં કોઈ દીર્ઘસંસારી જ હોય તો તેની કાંઈ વાત નથી. ૨૮.
આ પ્રમાણે, અપ્રતિબુદ્ધે જે એમ કહ્યું હતું કે “અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે”, તેનું નિરાકરણ કર્યું.
આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા ને શરીરનું એકપણું તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો તે હવે તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદ્રય થવાથી અને નેત્રના વિકારીની માફક (જેમ કોઇ પુરુષનાં નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાદિક અન્યથા દેખાતાં હતાં અને જ્યારે વિકાર મટયો ત્યારે જેવાં હતાં તેવાં જ દેખવા લાગ્યો તેમ) પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઊઘડી જવાથી પ્રતિબુદ્ધ થયો અને સાક્ષાત્ દ્રષ્ટા (દેખનાર) એવા પોતાને પોતાથી જ જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છક થયો થકો પૂછે છે કે ‘આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે?’
ગાથા ૩૧ માં જ્ઞેયજ્ઞાયકસંકરદોષને જીતવાની વાત હતી, ગાથા ૩૨ માં ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરવાની (ઉપશમની) વાત કરી. હવે આ ૩૩ મી ગાથામાં ભાવ્યભાવકસંબંધના અભાવની-ક્ષયની વાત કરે છે. વિકારરૂપ થવાની જે યોગ્યતા છે તે ભાવ્ય છે અને નિમિત્ત કર્મ તે ભાવક છે. તે બન્ને વચ્ચે જે ભાવ્ય-ભાવકસંબંધ છે તેના અભાવથી થતી નિશ્ચય-સ્તુતિને અહીં કહે છે. ગાથા ૩૨ માં ભાવ્યભાવક-સંબંધનો અભાવ નહિ પણ ઉપશમ કર્યો હતો, દાબ્યો હતો એની વાત હતી. એ જ સંબંધનો જે અભાવ એટલે ક્ષય કરે છે એની વાત આ ગાથામાં છે.
નિશ્ચયસ્તુતિ એટલે સ્વભાવના ગુણની શુદ્ધિની વિકાસદશા. પૂર્વે ૩૨ મી ગાથામાં કહ્યું હતું તે પ્રમાણે જેણે જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક એવા આત્માનો અનુભવ કરી, મોહનો તિરસ્કાર કર્યો છે અર્થાત્ મોહનો ઉપશમ કર્યો છે તે જીવ હવે ક્ષાયિકભાવ દ્વારા મોહનો નાશ-ક્ષય કરે છે. ઉપશમશ્રેણીમાં ૧૧ મા ગુણસ્થાને ક્ષાયિકભાવ થતો નથી તેથી