ગાથા ૩૩ ] [ ૧પ૩ રાગાદિથી માંડી બધુંય અત્યંત ભિન્ન છે એમ બતાવ્યું છે. અહાહા! ભગવાનનો અને મુનિઓનો આવો ઉપદેશ હોય છે એમ કહે છે.
પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં વ્યવહારને સાધન અને નિશ્ચયને સાધ્ય કહ્યું છે. પરંતુ એ તો સાધનનો આરોપ આપસીને કહ્યું છે. વાસ્તવિક સાધન તો રાગથી ભિન્ન થઈ ચૈતન્યનો અનુભવ કરવો તે છે. તેની સાથે જે રાગ હોય છે તેને ઉપચારથી સાધન કહ્યું છે. પરંતુ તેથી (રાગથી) નિશ્ચય પ્રગટ થાય છે-એમ નથી. વ્યવહારથી જેને સાધન કહ્યું છે તેનો અહીં અત્યંત નિષેધ કરાવે છે.
અહા! ભગવાને અનંત ઋદ્ધિથી ભરેલી પોતાની ચીજ પરિપૂર્ણ છે એને બતાવી છે. છતાં અજ્ઞાનીને અનાદિનું રાગ અને શરીરનું લક્ષ હોવાથી આત્માનું લક્ષ નથી. તેથી જાણે ભગવાન આત્મા છે જ નહિ એમ એને થઈ ગયું છે. એને આત્મા જાણે મરણતુલ્ય થઈ ગયો છે. ભાઈ! દયા, દાન, વ્રતાદિના વિકલ્પથી લાભ માનતાં ચૈતન્યનું મરણ (ઘાત) થઈ જાય છે. રાગની એક્તામાં આત્મા જણાતો નથી, રાગ જ જણાય છે. પૂર્ણાનંદ પ્રભુ ચૈતન્યજ્યોતિ આખી પડી છે તેનો પ્રેમ છોડીને જેને શુભાશુભ રાગનો પ્રેમ છે તેને માટે આત્મા મરણ-તુલ્ય થઈ ગયો છે. રાગ મારો છે, હું રાગમાં છું અને રાગ મારું ર્ક્તવ્ય છે એમ જે માને છે તેને વીતરાગસ્વરૂપ આત્માનો અનાદર છે. તેથી તેને આત્મા જાણે સત્ત્વ જ નથી. એમ ભ્રાંતિ રહે છે.
આ ભ્રાંતિ પરમગુરુ પરમેશ્વર ત્રિલોકીનાથ તીર્થંકરદેવનો ઉપદેશ સાંભળતાં મટે છે. સર્વજ્ઞ પરમેશ્વરનો એ ઉપદેશ છે કેઃ-ભગવાન! તું તો આનંદકંદ છે ને! અમને પર્યાયમાં જે પરમાત્મપદ પ્રગટ થયું છે તેવું જ પરમાત્મપદ તારી સ્વભાવ-શક્તિમાં પડયું છે. તારો આત્મા (શક્તિપણે) અમારા જેવો જ છે. અલ્પજ્ઞ પર્યાયવાળો કે રાગવાળો તે તું નથી. તું તો પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન છો આવો તીર્થંકર ભગવાનનો ઉપદેશ છે. અમારી ભક્તિ કરો તો કલ્યાણ થઈ જશે એવો ભગવાનનો ઉપદેશ હોય જ નહિ.
સચ્ચિદાનંદ પ્રભુ આત્મા પૂર્ણ જ્ઞાન અને સુખથી ભરેલો ભગવાન છે. તે અલ્પજ્ઞ, રાગમય કે શરીરરૂપ નથી. છતાં પણ ‘હું અલ્પજ્ઞ, રાગમય છું’ એમ માનતાં આત્મા મરણતુલ્ય થઈ જાય છે. આમ માનનારે આખા ચૈતન્યતત્ત્વને મારી નાખ્યું છે. આવા અજ્ઞાનીને ભગવાનની વાણી સજીવન કરે છે. એટલે કે પોતે પોતાથી સજીવન થાય તો ભગવાનની વાણીએ સજીવન કર્યો એમ કહેવાય છે. એ ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે-પ્રભુ! તું રજકણ અને રાગથી ભિન્ન એવો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છો. દયા, દાન, ભક્તિ આદિ તથા કામ, ક્રોધાદિના જે (શુભાશુભ) વિકલ્પો થાય છે તે રાગાદિ સ્વરૂપ હોવાથી તેમાં ચૈતન્યનો અંશ નથી. માટે તું એ બધાથી ભિન્ન છો. વ્યવહારથી ભલે એ