Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 433 of 4199

 

૧પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ સ્વભાવમાં એકાગ્રતાથી એક્તા થવી તે સાચી-નિશ્ચયસ્તુતિ છે. ‘अतः तीर्थकरस्तवोत्तरबलात्’ આમ અજ્ઞાનીએ જે તીર્થંકરના સ્તવનનો પ્રશ્ન કર્યો હતો તેનો આ પ્રમાણે નયવિભાગથી ઉત્તર આપ્યો. તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે ‘आत्मांगयोः एकत्वं न भवेत्’ આત્મા અને શરીરને નિશ્ચયથી એકપણું નથી. આત્મા અને અનાત્મા એક નથી. તેમ જ એક સમયની પર્યાય અને ત્રિકાળભાવ એકરૂપ નથી. અહાહા! વસ્તુ આવી સૂક્ષ્મ અને ગંભીર છે.

હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

શિષ્યે ગુરુ સમક્ષ શંકા પ્રગટ કરી કહ્યું કે શરીર અને આત્મા એક છે. કારણ કે જ્યારે આપ તીર્થંકર ભગવાનની સ્તુતિ કરો છો ત્યારે એમ કહો છો કે-અહો! ભગવાનનું શું સુંદર રૂપ છે! ઇન્દ્રોના મનને પણ તે જીતી લે છે. તથા એનું તેજ સૂર્યને પણ ઢાંકી દે છે. ભગવાન! આપની દિવ્યધ્વનિ તો જાણે સાક્ષાત્ અમૃત ઝરતું ન હોય! હે ગુરુદેવ! આપ જ આવી રીતે શરીરથી અને વાણીથી ભગવાનની સ્તુતિ કરો છો. તેથી અમે એમ માનીએ છીએ કે શરીરને જ આપ આત્મા માનો છો. તેનું અહીં સમાધાન કરે છે.

इति परिचिततत्त्वैः’ જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે અર્થાત્ જ્ઞાનાનંદસ્વરૂપ જે વસ્તુ એનો પરિચય કરી જેમણે આનંદનો અનુભવ કર્યો છે એવા મુનિઓએ ‘आत्मकायैकतायां’ આત્મા અને શરીરના એકપણાને नयविभजनयुक्त्या अन्यन्तम् उच्छादितायाम्’ નયવિભાગની યુક્તિ વડે જડમૂળથી ઉખેડી નાખ્યું છે-અત્યંત નિષેધ્યું છે. અહાહા! શું કહે છે? વ્યવહારનયથી આત્મા અને શરીરને એકપણું કહેવામાં આવે છે પણ નિશ્ચયથી એકપણું નથી. (અત્યંત નિષેધ્યું છે)

આ શાસ્ત્રની ચોથી ગાથામાં કહ્યું છે કે-ભગવાન! તેં રાગ કેમ કરવો અને રાગને કેમ ભોગવવો એ વાત તો અનંતવાર સાંભળી છે, એ વાત અનંતવાર તારા પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે; પરંતુ રાગથી ભિન્ન ભગવાન આત્મા જે નિજસ્વભાવથી એકત્વ છે એની વાત કયારેય સાંભળી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં પણ આવી નથી. પરંતુ આ કળશમાં એમ કહે છે કે જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપનો પરિચય કર્યો છે, વારંવાર આનંદસ્વરૂપનો અનુભવ કર્યો છે મુનિઓએ ‘રાગનો વિકલ્પ અને ભગવાન આત્મા ત્રણકાળમાં એક નથી’ એમ ભેદજ્ઞાન કરીને (એમના) એકપણાને જડમૂળથી ઉખાડી નાખ્યું છે. કળશ ટીકામાં ‘परिचिततत्त्वैः’ નો અર્થ ‘પ્રત્યક્ષપણે જાણ્યા છે જીવાદિ સકળ દ્રવ્યોના ગુણપર્યાયોને જેમણે એવા સર્વજ્ઞદેવ’ એવો કર્યો છે. આમ કેવળીઓએ તથા જેમને સમ્યગ્જ્ઞાન થયું છે એવા મુનિઓએ આત્મા અને શરીરાદિના એકપણાને નયવિભાગની યુક્તિ વડે ઉખેડી નાખ્યું છે. એટલે કે આત્મા અને