ગાથા ૩૩ ] [ ૧પપ રહ્યો છો? રાજી થવાનું સ્થાન તો આનંદનું ધામ એવો તારો નાથ અંદર પડયો છે ને! એમાં રાજી થા ને. બહારની ચીજમાં રાજી થવામાં તો તારા આનંદનો નાશ થાય છે.
આ પ્રમાણે મુનિઓએ નિશ્ચય-વ્યવહારનયનો વિભાગ કરી સ્પષ્ટ બતાવ્યું કે વ્યવહારથી એકપણું કહેવામાં આવે છે તોપણ નિશ્ચયથી ભગવાન આત્મા રાગ અને શરીરથી ભિન્ન છે. આવું જ્યારે સાંભળવામાં અને જાણવામાં આવે છે ત્યારે ‘अवतरति न बोधः बोधम् एव अद्य कस्य’ કયા પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણાને ન પામે? આવી રીતે જ્યારે ભેદ પાડીને વાત સમજાવી તો કોના આત્મામાં એ સાચું જ્ઞાન ન થાય? અર્થાત્ કોને સમ્યગ્જ્ઞાન ન થાય? આચાર્ય કહે છે કે અમે ભેદ પાડીને જીવ અને રાગનાં ચોસલાં જુદાં બતાવ્યાં તો હવે કયા પુરુષને (જીવને) આત્મા તત્કાળ અનુભવમાં ન આવે? જ્ઞાનજ્યોતિ આત્મા જડથી ભિન્ન છે એમ જેણે જાણી, નિશ્ચયનયથી વ્યવહારનો નિષેધ કર્યો એવા જીવને જ્ઞાનાનંદ પ્રભુનો અનુભવ કેમ ન થાય? તત્કાળ યથાર્થ જ્ઞાન કેમ ન અવતરે? આનંદની ઉત્પત્તિ કેમ ન થાય? અવશ્ય થાય જ. આ તો રોકડિયો માર્ગ છે.
ત્રણલોકના નાથ ભગવાન અરિહંતદેવે ચૈતન્યમૂર્તિ આત્માને શરીર તથા રાગથી ભિન્ન બતાવ્યો છે. તેનો જે અનુભવ કરે છે તે ધર્મી છે. તેનો અવતાર સફળ છે. આ સિવાયની બીજી બધી વ્રત, દાન આદિ કરોડ ક્રિયાઓ કરે તે સર્વ એકડા વિનાનાં મીંડાં છે, આત્મા માટે તે લાભકારી નથી. અગિયાર અંગનું જ્ઞાન કર્યું હોય કે નવપૂર્વની લબ્ધિ પ્રગટી હોય તો તેથી શું? એવો પરસત્તાવલંબી જાણપણાનો ક્ષયોપશમ તો અનંત વાર કર્યો છે. એ કાંઈ આત્મજ્ઞાન નથી. ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ પૂર્ણ શક્તિનું આખું સત્ત્વ છે. તેને સ્પર્શીને જે જ્ઞાન થાય તે જ્ઞાન છે અને તેમાં ભવના અભાવના ભણકારા વાગે છે. જેને અંતરસ્પર્શ થતાં અતીન્દ્રિય આનંદ આવ્યો છે તેણે રાગ અને આત્માને ભિન્ન માન્યા છે અને તે ધર્મી છે. અનંત ધર્મ-સ્વભાવનો ધરનાર એવો ધર્મી આત્મા છે. તેની અંદર દ્રષ્ટિ પ્રસારતાં જેને રાગ અને શરીરથી આત્મા ભિન્ન જણાય છે તેને સમ્યગ્દર્શન થાય છે, ભલે પછી તે બહારથી દરિદ્રી હોય કે સાતમી નરકના સંયોગમાં રહેલો નારકી હોય.
નરકમાં આહારનો એક કણ કે પાણીનું એક બિંદુ પણ મળતું નથી. અને જન્મ થતાં જ એને સોળ રોગ હોય છે. છતાં પણ જ્યારે પૂર્વના સંસ્કાર યાદ આવે છે ત્યારે એમ વિચારે છે કે-મને સંતોએ કહેલું કે તું રાગ અને શરીરથી ભિન્ન છે. આ વચન મેં સાંભળેલાં પણ પ્રયોગ કરેલો નહિ. આમ વિચારી રાગનું લક્ષ છોડીને અંતરએકાગ્ર થાય છે એટલે ધર્મી થાય છે. ત્રીજા નરક સુધી પૂર્વના વેરી પરમાધામીઓ, રૂની ગાંસડી વાળે તેમ શરીરને બાંધી, ઉપરથી ધગધગતા લોઢાના સળિયાથી મારે છે. આવી સ્થિતિમાં પણ રાગથી ભિન્ન પડીને સમ્યગ્દર્શન પામી શકાય છે. પૂર્વે સાંભળ્યું હતું તે ખ્યાલમાં લઈ, જેમ વીજળી તાંબાના સળિયામાં એકદમ ઉતરી જાય તેમ, તે અંદર જ્ઞાનાનંદ ભગવાન