૧પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ બિરાજે છે એમાં પોતાની પર્યાયને ઊંડી ઉતારી દે છે. બહારમાં ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય પણ તેથી શું? અંદર પૂર્ણસ્વભાવી આત્મા છે ને? જુઓ, શ્રેણીક રાજાનો જીવ પહેલી નરકમાં છે. બહારમાં પીડાકારી સંયોગનો પાર નથી. છતાં તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન છે અને સમયે સમયે તીર્થંકર ગોત્રના પરમાણુઓ બંધાય છે. તેમને અંદર એવું ભાન વર્તે છે કે-‘હું તો આનંદનો નાથ સચ્ચિદાનંદ ભગવાન આત્મા છું.’ ભક્તિમાં આવે છે ને કેઃ-
સમકિતીને નરકમાં પીડાના સંયોગનો પાર નથી. છતાં અંદર આત્માના આનંદનું (અંશે) વેદન હોવાથી શાંતિ છે. પ્રતિકૂળ સંયોગ છે તેથી શું? મને તો સંયોગીભાવ પણ અડતો નથી, સ્પર્શતો નથી એવો અનુભવ અંદર વર્તતો હોવાથી જ્ઞાની નરકમાં પણ સુખને જ વેદે છે.
શ્રી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ સંતો કહે છે કે આનંદનો નાથ અંદર બિરાજે છે. આત્મારામ-આત્મા રૂપી બગીચો અંદર છે. તેમાં જરા પ્રવેશ તો કર! શરીર અને રાગથી ભગવાન આત્મા ભિન્ન છે. આવી વાત જેણે રુચિપૂર્વક સાંભળી તેને આત્મા કેમ ન જણાય? જણાય જ. ખરેખર રાગ છે તે પણ શરીર છે. આ શાસ્ત્રની ૬૮ મી ગાથામાં આવે છે કે કારણ જેવાં કાર્ય હોય છે. તેથી જેમ જવમાંથી જવ જ થાય છે તેમ ગુણસ્થાન આદિ ભાવો અચેતન છે, કેમકે તેઓ પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલ જડ કર્મ કારણ છે તેનાથી ગુણસ્થાનના ભેદ પડે છે. તેથી પુદ્ગલનું કાર્ય હોવાથી તેઓ અચેતન પુદ્ગલ છે. આવું (વસ્તુસ્વરૂપ) સાંભળીને કોને આત્મજ્ઞાન ન થાય? અહો! આચાર્યદેવ અતિ પ્રસન્નતાથી કહે છે કે-ભાઈ! આ તારો આત્મજ્ઞાનનો કાળ છે. આદિ પુરાણમાં આવે છે કે ઋષભદેવ ભગવાનને પૂર્વના ભવમાં મુનિરાજ ઉપદેશ આપે છે કે ‘આ તારો સમ્યગ્દર્શન પામવાનો કાળ છે. તારી કાળલબ્ધિ પાકી ગઈ છે, સમ્યગ્દર્શન ગ્રહણ કર. એમ અહીં કહે છે કે તું આનંદસ્વરૂપ આત્મા છે ને! હું રાગ છું, શરીર છું એવું લક્ષ કરીને જ્યાં પડયો છે ત્યાંથી દ્રષ્ટિ હઠાવી લક્ષને ફેરવી નાખ. હું જ્ઞાયક છું એમ લક્ષ કર, આ પુરુષાર્થ છે અને એનું ફળ જ્ઞાન અને આનંદ છે.
હવે કહે છે રાગથી ભિન્ન આત્માની રુચિ થતાં કેવો થઈને ભગવાન આત્મા જણાય છે? ‘स्वरसरभसकृष्टः प्रस्फुटन् एकः एव’ પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એકસ્વરૂપ થઈને. આત્મા આનંદનો રસકંદ અંદર પડયો છે. તેની રુચિ કરતાં તરત જ તે રાગથી ભિન્ન, પોતાના નિજરસથી પ્રગટ થાય છે. અજ્ઞાનમાં જેમ રાગનો વેગ હતો તે હવે જ્ઞાન થતાં આનંદનો વેગ આવે છે. રાગના વેગથી ભિન્ન પડીને જ્યાં દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડી ત્યાં તત્કાળ જ્ઞાનરસનો, આનંદરસનો, શાંતરસનો, વીતરાગ અકષાયરસનો વેગ