ગાથા ૩૩ ] [ ૧પ૭ ઉછળે છે. અહાહા! પર્યાયમાં આનંદનો ઉભરસો આવે છે. દૂધનો ઉભરો તો ખાલી (પોલો) હોય છે, જ્યારે આ તો નક્કર ઉભરો છે.
પુણ્ય-પાપના ભાવને પોતાના માનીને એકલા જ્ઞાન અને આનંદના રસથી ભરપૂર આત્માને અનેકરૂપ માન્યો હતો. હવે ભગવાન આત્માનો નિજરસ જે આનંદ તેનો ઉગ્રપણે પર્યાયમાં વેગ ખેંચાઈને જોરથી આવતાં એકસ્વરૂપે પ્રગટ થાય છે. અહાહા! જેવો આનંદરસકંદ સ્વભાવે છે અંતર્દ્રષ્ટિ થતાં તેવો તરત જ પર્યાયમાં આનંદ પ્રગટ થાય છે. જ્ઞાતાસ્વભાવ તો ત્રિકાળ એકરૂપ જ છે, એ તો વિકારરૂપે છે જ નહિ. આવા જ્ઞાતાદ્રષ્ટા-સ્વભાવનો અનુભવ થતાં પર્યાયમાં આનંદનો અનુભવ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. બાકી બધું થોથેથોથાં છે, નકામું છે. આત્મા શું છે એની ખબર ન મળે અને મંડી પડે વ્રત, તપ અને નિયમ આદિ કરવા. પણ એ તો બધું વર વગરની જાન જેવું છે. જેમ વર વિના કોઈ જાન કાઢે તો એ જાન ન કહેવાય, એ તો માણસોનાં ટોળાં કહેવાય. એમ ભગવાન આનંદનો નાથ દ્રષ્ટિમાં લીધો નહિ અને વ્રત, તપ આદિ કરે તો એ બધાં થોથાં છે, રાગનાં ટોળાં છે; એમાં કાંઈ ધર્મ હાથ ન આવે. ભાઈ! હું આવો છું એમ પ્રતીતિમાં તો લે.
દયા, દાન, વ્રતાદિનો રાગ અને આત્મા વચ્ચે અત્યંત અભાવ છે. આગમમાં ચાર અભાવ-૧. પ્રાગભાવ, ર. પ્રધ્વંસાભાવ, ૩. અન્યોન્ય અભાવ અને ૪. અત્યંતાભાવ (ન્યાયશાસ્ત્રમાં) કહેલા છે. જ્યારે આત્મા અને રાગ વચ્ચેનો અત્યંત અભાવ અધ્યાત્મનો છે. અહાહા! શું વીતરાગમાર્ગની ગંભીરતા અને ઊંડપ! નિશ્ચય- વ્યવહારનયના વિભાગ વડે આત્મા અને પરનો, આત્મા અને શરીરનો તથા આત્મા અને રાગનો અત્યંત ભેદ જ્ઞાનીઓએ બતાવ્યો છે. તે જાણીને એવો કોણ આત્મા હોય કે જેને ભેદજ્ઞાન ન થાય? અહીં પુરુષાર્થની ઉગ્રતાનું જોર બતાવ્યું છે. વીર્યનો વેગ સ્વસન્મુખ કરવાની વાત છે.
આત્મામાં વીર્ય નામનો ગુણ છે. સ્વરૂપની રચના કરવી એ એનું કાર્ય છે. રાગને રચવો કે દેહની ક્રિયા કરવી એ એનું સ્વરૂપ ત્રણકાળમાં નથી. આવા પરિપૂર્ણ વીર્યગુણથી-પુરુષાર્થગુણથી ઠસોઠસ ભગવાન આત્મા ભરેલો છે. તે ગુણનું કાર્ય આનંદ આદિ શુદ્ધ નિર્મળ પર્યાયને રચવાનું છે. રાગને રચે એ તો નપુંસક્તા છે, એ આત્માનું વીર્ય નહિ. રાગ એ સ્વરૂપની ચીજ નથી. વીર્યગુણને ધરનાર ભગવાન આત્માનું ગ્રહણ કરતાં તે વીર્ય નિર્મળ પર્યાયને જ રચે છે. વ્યવહારને (રાગને) રચે એવું તેના સ્વરૂપમાં જ નથી. નિમિત્તથી થાય એ વાત તો કયાંય દૂર રહી ગઈ. એ માન્યતા તો અજ્ઞાન છે. ઇષ્ટોપદેશની ૩પ મી ગાથામાં આવે છે કે બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત્ ઉદાસીન છે. નિમિત્ત પ્રેરક હોય કે સ્થિર, પરને માટે તો તે ધર્માસ્તિકાયવત્ ઉદાસીન જ છે. ધજા ફરફર હાલે છે