Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 446 of 4199

 

ગાથા ૩૪ ] [ ૧૬પ સાક્ષાત્ ધર્મ છે. કહ્યું છે ને કે चारित्तं खलु धम्मो-ચારિત્ર તે ધર્મ છે. એ જ દુઃખથી છૂટવાનો ઉપાય-મોક્ષમાર્ગ છે. આવું ચારિત્ર કોને કહેવાય? પ્રવચનસાર ગાથા ૭ ની ટીકામાં આવે છે-स्वरूपे चरणं चारित्रं સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. સ્વરૂપમાં આચરણ કરવું-ઠરવું એ ચારિત્ર છે. રાગનું આચરણ તે ચારિત્ર નથી. પંચમહાવ્રતનો વિકલ્પ એ પણ અચારિત્ર છે. જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા તે હું છું. અને રાગ- ગમે તેવો મંદ હો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો હો કે વ્યવહારરત્નત્રયનો હો-તે મારા ચૈતન્યઘનસ્વભાવપણે થાય એવું એનું સ્વરૂપ નથી, અને હું રાગપણે થાઉં એવો મારો ચૈતન્યસ્વભાવ નથી. જ્ઞાનમાં આમ નિશ્ચય કરીને, રાગને પરપણે જાણી, જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે, ધર્મ છે.

હવે કહે છે-જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો કોઈ ત્યાગનાર નથી એમ આત્મામાં નિશ્ચય કરીને પ્રત્યાખ્યાનના સમયે એટલે પરના ત્યાગના કાળે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ-રાગાદિ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના ર્ક્તાપણાનું નામમાત્ર કથન છે. શું કહે છે? આત્મા રાગનો ત્યાગ કરે છે એ નામમાત્ર કથન છે. ચાહે તો તીર્થંકરગોત્ર બાંધવાનો ભાવ હોય, પણ તે ભાવ નિજ ચૈતન્યસ્વભાવપણે થવાને લાયક નથી એમ એ ભાવને પરભાવ તરીકે જાણ્યો ત્યારે આત્મા રાગને ત્યાગે છે એમ કહેવું એ કથનમાત્ર છે, કેમકે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું ત્યાં રાગ ઉત્પન્ન જ થતો નથી. બાપુ! આ તો જન્મ-મરણના ફેરા મટાડવાની બહુ મોંઘી વાત છે.

જેને ભગવાન જ્ઞાતા-દ્રષ્ટાવસ્તુનો પોતાની નિર્મળ જ્ઞાનપર્યાયમાં પ્રત્યક્ષ અનુભવ થયો કે ‘આ આત્મા છે’ તેને હવે પ્રત્યાખ્યાન કેમ થાય? એનો હવે ઉત્તર આપે છે કે જેણે અંદરમાં જાણ્યું કે રાગ અને ચૈતન્યસ્વભાવ ભિન્ન-ભિન્ન છે, રાગપણે થવું એ મારું સ્વરૂપ નથી અને મારા સ્વભાવપણે થવું એ રાગનું સ્વરૂપ નથી, એ જાણનારો રાગને ભિન્ન જાણી તેને ત્યાગે છે. પરંતુ રાગને ત્યાગે છે એ તો કથનમાત્ર છે, કારણ કે રાગના ત્યાગનું ર્ક્તાપણું પરમાર્થે જીવને નથી. નિર્મળ ભેદજ્ઞાન મળે નહિ અને બહારથી આનો અને તેનો ત્યાગ કરે અને માને અમે ત્યાગી. પણ ભાઈ! જીવને પરનું ત્યાગ- ગ્રહણ માનવું એ તો મિથ્યાત્વ છે, ભ્રાંતિ છે. અહીં કહે છે કે રાગનો ત્યાગ કરનાર જીવ છે એમ કહેવું એ પણ કથનમાત્ર છે, પરમાર્થ નથી. ખરેખર તો એ રાગના ત્યાગનો ર્ક્તા છે જ નહિ. સ્વરૂપમાં ઠરતાં રાગ થતો જ નથી, માટે રાગનો ત્યાગ કરે છે એમ નામમાત્ર કથન છે. અહો! આ તો પરમેશ્વર ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત સંતોએ આડતિયા થઈને જગતને જાહેર કરી છે. પ્રત્યાખ્યાન સમયે એટલે સ્વરૂપમાં ઠરવાના કાળે, પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પરભાવ-રાગ તેનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર કથન છે. અહાહા! ટીકા તો જુઓ!! આવી ટીકા અત્યારે ભરત-