Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 447 of 4199

 

૧૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ ક્ષેત્રમાં બીજે કયાં છે? અમૃતના સાગર ઉછાળ્‌યા છે! અહો! મુનિવરોએ જગતને અમૃતનો સાગર પ્રત્યક્ષ બતાવ્યો છે!!

ભાઈ! પરવસ્તુનું ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. આત્મામાં ત્યાગઉપાદાન- શૂન્યત્વ નામની શક્તિ છે. તે વડે પરવસ્તુને ગ્રહે કે છોડે એ આત્મામાં છે જ નહિ. કપડાં, સ્ત્રી, પુત્ર, પરિવાર, ઇત્યાદિ ગ્રહે અને છોડે એવો આત્મામાં ગુણ છે જ નહિ. પરવસ્તુ તો સ્વતંત્ર જગતની ચીજ છે. શરીર, વાણી, પૈસા, ધૂળ, બાયડી, છોકરાં ઇત્યાદિ જીવે ગ્રહ્યાંય નથી અને છોડયાંય નથી. અહીં કહે છે કે સમક્તિીને જે અસ્થિરતાનું રાગરૂપ પરિણમન છે તે રાગરૂપે થઈને રહેવાનું મારું સ્વરૂપ નથી એમ જાણી અંદર સ્વરૂપમાં સ્થિર થયો ત્યારે એ સ્વરૂપસ્થિરતાના કાળે રાગની ઉત્પત્તિ જ થઈ નહિ તેને રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથન કહેવામાં આવે છે. પરમાર્થે રાગના ત્યાગનો ર્ક્તા આત્મા નથી અર્થાત્ પરભાવના ત્યાગર્ક્તાપણાનું નામ પણ આત્માને નથી.

અહાહા! હું શુદ્ધ ચિદ્રૂપ જ્ઞાતા-દ્રષ્ટામાત્ર છું એવું જેને અંતરમાં ભાન થયું તે સ્વમાં સ્વપણે રહીને જ્યારે પરભાવ-રાગાદિને પરપણે જાણે ત્યારે એને સ્વમાં રહેવાનો કાળ છે, રાગના અભાવસ્વભાવે પરિણમવાનો કાળ છે, પ્રત્યાખ્યાનનો કાળ છે. આ સ્વરૂપ-સ્થિરતાના કાળે જ્ઞાને જાણી લીધું કે રાગ પર છે એ રાગનો ત્યાગ છે. આ રાગનો ત્યાગ પણ જો નામમાત્ર કથન છે-તો આહાર-પાણી છોડવાં અને બાયડી, છોકરાં, લુગડાં ઇત્યાદિ છોડવાં એ તો કયાંય દૂર રહી ગયું. એ બાહ્ય વસ્તુનો ત્યાગ માનવો એ તો મિથ્યાત્વ છે.

અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાનસ્વરૂપે પોતે વિરાજે છે. પણ પામરને પ્રભુની પ્રતીતિ કેવી રીતે આવે? પામરને ‘હું પોતે ઇશ્વર છું’ એમ પ્રતીતિ કેમ આવે? ભાઈ! તું પર્યાયમાં પામર ભલે હો, પણ વસ્તુપણે તું પામર નથી, ભગવાન પૂર્ણાનંદનો નાથ છે. અહાહા! જૈનના મુનિ તો અંદરમાં વિકલ્પની લાગણી વિનાના અને બહારમાં કપડાં વિનાના નગ્ન હોય છે. કપડાં રાખીને જે મુનિપણું માને, મનાવે છે તે મિથ્યાદ્રષ્ટિ- અજ્ઞાની નિગોદગામી છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે વસ્ત્રનો એક ધાગો પણ રાખીને જે મુનિપણું માને, મનાવે અને એવી માન્યતાને રૂડી જાણે તે નિગોદગામી છે. મિથ્યા માન્યતાના ફળમાં એક બે ભવે એ નિગોદ જશે. એવી વાત આકરી પડે, પણ બાપુ! આ તો મોટી ભૂલ છે. એમાં નવે તત્ત્વની ભૂલ છે. વસ્ત્રનો વિકલ્પ એ તો તીવ્ર આસ્રવભાવ છે. તેને બદલે ત્યાં મુનિપણું-સંવર, નિર્જરા માનવાં એ બધાં તત્ત્વની ભૂલ છે. મૂળમાં ભૂલ છે, ભાઈ! પ્રવચનસારમાં આવે છે કે મુનિનું જન્મ્યા પ્રમાણે રૂપ ભગવાન ત્રિલોકનાથે ભાળ્‌યું છે. ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંતદેવે આવો ધોધ માર્ગ કહ્યો છે. જે શાસ્ત્રમાં વસ્ત્રસહિત મુનિપણું કહ્યું હોય તે શાસ્ત્ર સાચાં નથી અને એ સાધુ પણ સાચા નથી.

અનંત અનંત સામર્થ્યથી પરિપૂર્ણ અનંત શક્તિઓ જેમાં ઉછળી રહી છે એવો