अथ ज्ञातुः प्रत्याख्याने को द्रष्टान्त इत्यत आह–
तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी।। ३५ ।।
तथा सर्वान् परभावान् ज्ञात्वा विमुञ्चति ज्ञानी।। ३५ ।।
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દ્રષ્ટાંત શું છે? તેના ઉત્તરરૂપ દ્રષ્ટાંત-દ્રાર્ષ્ટાંતની ગાથા કહે છેઃ-
ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩પ.
ગાથાર્થઃ– [यथा नाम] જેમ લોકમાં [कः अपि पुरुषः] કોઈ પુરુષ [परद्रव्यम् इदम् इति ज्ञात्वा] પરવસ્તુને ‘આ પરવસ્તુ છે’ એમ જાણે ત્યારે એવું જાણીને [त्यजति] પરવસ્તુને ત્યાગે છે, [तथा] તેવી રીતે [ज्ञानी] જ્ઞાની [सर्वान्] સર્વ [परभावान्] પરદ્રવ્યોના ભાવોને [ज्ञात्वा] ‘આ પરભાવ છે’ એમ જાણીને [विमुञ्चति] તેમને છોડે છે.
ટીકાઃ– જેમ-કોઇ પુરુષ ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી,પોતાનું જાણી ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની (-આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે; જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે ‘તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે તે મારું મને દે’, ત્યારે વારંવાર કહેલું એ વાકય સાંભળતો તે, (એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, ‘જરૂર આ વસ્ત્ર પારકું જ છે’ એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પરના) વસ્ત્રને જલદી ત્યાગે છે. તેવી રીતે-જ્ઞાતા પણ ભ્રમથી પરદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, પોતાના જાણી, પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે ‘તું શીઘ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક (જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે), ’ ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાકય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને,