૧૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
दनवमपरभावत्यागद्रष्टान्तद्रष्टिः।
झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।। २९ ।।
____________________________________________________________ ‘જરૂર આ પરભાવો જ છે’ (હું એક જ્ઞાનમાત્ર જ છું)ૐ એમ જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડે છે.
ભાવાર્થઃ– જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુ ને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત્ ન રહે એ પ્રસિદ્ધ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [अपर–भाव–त्याग–द्रष्टान्त–द्रष्टिः] આ પરભાવના ત્યાગના દ્રષ્ટાન્તની દ્રષ્ટિ, [अनवम् अत्यन्त–वेगात् यावत् वृत्तिम् न अवतरति] જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ, [तावत्] તે પહેલાં જ [झटिति] તત્કાળ [सकल–भावैः अन्यदीयैः विमुक्ता] સકલ અન્યભાવોથી રહિત [स्वयम् इयम् अनुभूतिः] પોતે જ આ અનુભૂતિ તો [आविर्बभूव] પ્રગટ થઈ ગઈ.
ભાવાર્થઃ– આ પરભાવના ત્યાગનું દ્રષ્ટાંત કહ્યું તે પર દ્રષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું; કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. ૨૯. ઉત્થાનિકાઃ–
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું અર્થાત્ જ્ઞાતાસ્વભાવી ભગવાન આત્માનું પ્રત્યાખ્યાન-ચારિત્ર-રાગનો ત્યાગ એ જ્ઞાન જ કહ્યું તો તેનું દ્રષ્ટાંત શું છે? જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ જાણનાર આ આત્માનું પ્રત્યાખ્યાન છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનું જ્ઞાન, તેની પ્રતીતિ અને તેનો અનુભવ કરી તેમાં સ્થિર થવું એટલે કે રાગથી ભિન્ન પડીને જ્યાં જ્ઞાયકનો અનુભવ કરે ત્યાં જ્ઞાન આત્મામાં સ્થિર થઈ જાય એ વીતરાગ ચારિત્ર-પ્રત્યાખ્યાન છે. આવું પ્રત્યાખ્યાન એ એક જ જીવને ર્ક્તવ્ય છે. બીજું શું કરવું છે, ભાઈ? શું આ કરવા જેવું નથી? વસ્તુનો જેવો જ્ઞાનસ્વભાવ છે તેવી જ્ઞાન- પરિણતિ પ્રગટ કરીને એમાં ઠરવું તે એક જ કરવા લાયક છે.
ચૈતન્યસ્વભાવનું જ્ઞાન (સ્વસંવેદનજ્ઞાન) થવું-આત્મજ્ઞાન થવું એ સમ્યગ્જ્ઞાન છે, તેની પ્રતીતિ થવી કે શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ આત્મા આ જ છે તે સમ્યગ્દર્શન છે, તથા