Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 452 of 4199

 

ગાથા ૩પ ] [ ૧૭૧ વિકલ્પથી રહિત થઈને શુદ્ધ પરિણમન થવું તે ચારિત્ર છે. શુદ્ધતાનું પરિણમન અશુદ્ધતાના નાશ વિના થાય નહિ અને અશુદ્ધતાનો નાશ શુદ્ધતાના પરિણમન વિના થાય નહિ. વસ્તુ છે એ તો ચૈતન્યસ્વભાવી વીતરાગતાની મૂર્તિ છે. છહઢાલામાં પણ આવે છે કે આત્મા વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપ જ છે. એનો અનુભવ કરતાં પર્યાયમાં વીતરાગ-વિજ્ઞાનતા પ્રગટ થાય છે, અને તેમાં વિશેષ વિશેષ સ્થિર થતાં ચારિત્ર થાય છે. જે જ્ઞાન અસ્થિરતાને લીધે રાગમાં જોડાતું હતું તે ત્યાંથી ખસીને અંદર વીતરાગ-વિજ્ઞાનસ્વભાવમાં ઠરે છે તેને ચારિત્ર કહે છે.

વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપ ચૈતન્યપિંડની દ્રષ્ટિ થતાં વીતરાગ-વિજ્ઞાનનો અશં પર્યાયમાં આવે છે. અને એ વીતરાગ-વિજ્ઞાનની વધારે પુષ્ટિ-વૃદ્ધિ થતાં પચ્ચકખાણ થાય છે. પરંતુ મૂઢ અજ્ઞાની જીવ આ અંતરના આચરણને જાણતો નથી. લોકોને આગમની- બહારની પદ્ધતિ ખ્યાલમાં આવે છે, પરંતુ અધ્યાત્મનો વ્યવહાર શું છે એની ખબર પડતી નથી. પંડિત શ્રી બનારસીદાસ ‘પરમાર્થવચનિકા’ માં કહે છે કે-‘જ્ઞાતા તો મોક્ષમાર્ગ સાધી જાણે છે, મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? તે સાંભળોઃ-મૂઢ જીવ આગમપદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મપદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે આગમ અંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે; અધ્યાત્મઅંગને વ્યવહારથી પણ જાણે નહિ એ મૂઢદ્રષ્ટિ જીવનો સ્વભાવ છે; તેને એ જ પ્રમાણે સૂઝે છે. શાથી? કારણ કે આગમઅંગ બાહ્યક્રિયારૂપ પ્રત્યક્ષ-પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું એને સુગમ છે, બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત અધ્યાત્મક્રિયા જે અંતદ્રષ્ટિગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નહિ, કારણ અંતર્દ્રષ્ટિના અભાવથી અંતરક્રિયા દ્રષ્ટિગોચર આવે નહિ.’

અજ્ઞાની દયા-દાન, વ્રત-ભક્તિના ભાવને વ્યવહાર કહે છે અને જે આત્માનું ત્રિકાળ સ્વરૂપ છે તેની શ્રદ્ધા-જ્ઞાનની પરિણતિને નિશ્ચય કહે છે. તેથી વ્યવહાર-દયા- દાન, વ્રત-ભક્તિ અને પૂજાના વિકલ્પને સાધી મોક્ષમાર્ગ માને છે. પરંતુ ત્રિકાળી જ્ઞાયકભાવ એ નિશ્ચય અને તેની શુદ્ધ પરિણતિ-રાગ વિનાની સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રની વીતરાગ પરિણતિ થવી તે અધ્યાત્મનો વ્યવહાર છે એનો મૂઢ જીવને ખ્યાલ નથી.

આત્મા શુદ્ધ સચ્ચિદાનંદમૂર્તિ છે. સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર ભગવાન આત્મા છે. એમાં વીતરાગ-વિજ્ઞાનમય જે રમણતા થાય તેને અધ્યાત્મનો વ્યવહાર કહે છે, પણ અજ્ઞાનીને આની ખબર નથી, તેથી બાહ્ય પ્રત્યક્ષ-પ્રમાણરૂપ વ્રત, તપ, પૂજા, ભક્તિ ઇત્યાદિ ભાવને જોઈને તેને જ અધ્યાત્મનો વ્યવહાર માની બેસે છે. અનાદિથી તે બાહ્ય ક્રિયાકાંડ-વ્રત, નિયમ આદિ પાળે છે તેથી તેનું સ્વરૂપ સાધવું એને સુગમ છે, પરંતુ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરીને તેમાં ઠરવું એવી વીતરાગી અધ્યાત્મ વ્યવહારક્રિયાને એ જાણતો નથી.

ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ શુદ્ધ દ્રવ્યવસ્તુ નિત્યાનંદ પ્રભુ અક્રિયસ્વરૂપે છે. પરિણમવું