Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 461 of 4199

 

૧૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ કે-શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માને રાગથી ભિન્ન પડી અંતર-દ્રષ્ટિ-જ્ઞાન- રમણતામાં લેવો તે આત્મવ્યવહાર છે, અને શુભરાગ છે એ તો મનુષ્ય એટલે સંસારનો વ્યવહાર છે. રાગનો ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા ઇત્યાદિનો ગમે તેવો મંદ હો પણ તે આત્માની ચીજ નથી. જુઓ, ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિ અને આગમનો આ સિદ્ધાંત છે. આ આગમનું વાકય છે. શ્રીગુરુ આ આગમના વાકયને કહે છે.

અહીં ત્રણ સિદ્ધાંત સિદ્ધ કર્યાછે. (૧) ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ હોવા છતાં પોતાના ભ્રમથી શુભવિકલ્પને પોતાનો માને છે.

(૨) ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માને અને રાગને પોતાના અજ્ઞાનથી-ભ્રમથી એક માનીને અજ્ઞાની સૂતો છે. પરદ્રવ્યથી, કર્મથી કે કુગુરુ મળ્‌યા તેથી એકત્વ માનીને સૂતો છે એમ નથી. પોતાના અજ્ઞાનના કારણે સૂતો છે.

(૩) શ્રીગુરુ તેને વારંવાર વીતરાગભાવનો (ભેદજ્ઞાન કરવાનો) આગમ-વાકય દ્વારા ઉપદેશ આપે છે અને જિજ્ઞાસુ શિષ્ય તે વારંવાર સાંભળે છે, એકવાર સાંભળીને ચાલ્યો જતો નથી. દેશસેવાથી, જનસેવાથી, ગુરુસેવાથી, કે પ્રભુસેવાથી ધર્મ થાય એવો ઉપદેશ એ કાંઈ વીતરાગભાવનો ઉપદેશ નથી, એ તો લૌકિક વાતો છે.

આત્માનું સ્વરૂપ વીતરાગભાવરૂપ છે. તેથી રાગ-વિકલ્પ એ આત્માની ચીજ નથી. આત્મા એનાથી ભિન્ન છે. રાગમાં ધર્મ નથી અને ધર્મમાં રાગ નથી. શ્રીગુરુ વારંવાર આવો ઉપદેશ આપે છે. એટલે કે આગમનું વાકય આવું હોય છે અને શ્રીગુરુ એવા જ વાકયને કહે છે; સાંભળનાર શિષ્ય પણ આમ જ (એ જ ભાવથી) સાંભળે છે. શિષ્ય જિજ્ઞાસાથી વારંવાર ઉપદેશ સાંભળે છે તેથી શ્રીગુરુ વારંવાર કહે છે એમ કહ્યું છે. આ વાત વારંવાર સાંભળવાથી તેને રુચિ-પ્રમોદ જાગે છે કે-અહો! આ તો કયારેય નહિ સાંભળેલી કોઈ અલૌકિક જુદી જ વાત છે. જીવનું સ્વરૂપ વીતરાગ-વિજ્ઞાનતા છે એમ જે વારંવાર કહે તે જ ગુરુની પદવીને શોભાવે છે. રાગથી આત્મામાં લાભ (ધર્મ) થાય એવું વચન આગમનું વાકય નથી. અને એવું વચન (વાકય) કહેનાર ગુરુ નહિ પણ અજ્ઞાની કુગુરુ છે. અહાહા! ટીકામાં કેટલું બધું સિદ્ધ કર્યું છે?

આ સમયસાર શાસ્ત્રની ૩૮ મી ગાથામાં આવે છે કે-‘જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં...’ તો શું ગુરુ નિરંતર સમજાવવા નવરા થોડા હોય છે? એનો અર્થ એમ છે કે ગુરુએ જે સમજાવ્યું તેનું શિષ્ય વારંવાર ચિંતન કરે છે. ઉપદેશ તો છઠ્ઠા ગુણસ્થાને મુનિને વિકલ્પ હોય તો આપે, નહીં તો તરત જ સાતમા ગુણસ્થાનમાં આવી જાય છે. અહીં ‘નિરંતર સમજાવવામાં આવતાં’ એમ કહ્યું છે તેનો અર્થ એ થયો કે સાંભળવાવાળો