ગાથા ૩પ ] [ ૧૮૧ શિષ્ય સાંભળેલી વાતને વારંવાર વિચારે છે, વારંવાર એનું જ ઘોલન કરે છે. (આમાં શિષ્યની જિજ્ઞાસા અને રુચિ સિદ્ધ થાય છે.)
પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતાને પ્રાપ્ત તે જૈન પરમેશ્વર છે. તેમની દિવ્યધ્વનિ તે આગમ છે. એ દિવ્યધ્વનિમાં એમ આવ્યું છે કે-ભગવાન! તું વીતરાગ-વિજ્ઞાનઘન સ્વરૂપે છે. તારામાં આનંદ અને જ્ઞાનની લક્ષ્મી પરિપૂર્ણ ભરી પડી છે. તેમાં તું રાગને એકરૂપ કરી ભેળવે છે એ તારો ભ્રમ છે. રાગ તો ભગવાન આત્માથી ભિન્ન ચીજ છે. માટે શીઘ્ર જાગ અને રાગથી ભિન્ન પડી સ્વરૂપમાં સાવધાન થા, આત્મદ્રષ્ટિ કર. ભગવાનની વાણીમાં આમ આવ્યું છે અને ગણધરદેવોએ પણ જે શ્રુત રચ્યાં એમાં એ જ કહ્યું છે. અહાહા! આમાં દેવ સિદ્ધ કર્યા, ગુરુ ય સિદ્ધ કર્યા, આગમનું વાકય સિદ્ધ કર્યું અને રાગથી ભિન્ન એકરૂપ આત્મામાં દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે-એમ ધર્મ પણ સિદ્ધ કર્યો. અહો! દેવ, ગુરુ, શાસ્ત્ર અને ધર્મ સઘળુંય સિદ્ધ કરનારી આચાર્ય ભગવાનની શું ગજબ શૈલી છે! દિગંબર સંતોની બલિહારી છે કે એમણે જગતમાં પરમ સત્ય ટકાવી રાખ્યું છે.
જુઓ, શ્રીગુરુ કહે છે-શીઘ્ર જાગ, સાવધાન થા. એટલે કે અંદર ઝળહળજ્યોતિ ચૈતન્યમૂર્તિ ભગવાન છે એમાં સાવધાન થા. જે રાગમાં સાવધાની છે તે છોડી દે, કારણ કે તે પરદ્રવ્યનો ભાવ હોવાથી તારી ચીજ નથી, પરચીજ છે. ભગવાન આત્મામાં એવો કોઈ ગુણશક્તિ નથી કે વિકારરૂપે પરિણમે છતાં તું રાગથી એક્તા માને છે તે ભૂલ છે. આ ભૂલ તારા ઉપાદાનથી થઈ છે, કોઈ કર્મે કરાવી છે એમ નથી. ભાઈ! તું એક (જ્ઞાનમાત્ર) આત્મા રાગની સાથે (ભળીને) એકરૂપ થાય એવો છે જ નહિ. એક આત્મા અને બીજો રાગ એમ બે (દ્વૈત) થતાં બગાડ થાય છે. (એકડે એક અને બગડે બે). પ્રભુ! જ્યાં તું છે ત્યાં તે (રાગ) નથી અને જ્યાં તે (રાગ) છે ત્યાં તું નથી. આવા સિદ્ધાંતના આગમ-વાકયને ગુરુ વારંવાર કહે છે અને અજ્ઞાની શિષ્ય વારંવાર સાંભળે છે. અહાહા! આગમ કથન બહુ ટૂંકું અને સરળ છતાં ગંભીર અને મહાન છે. આ સમયસાર તો ભગવાનની વાણી છે. તેમાં થોડું લખ્યું છે પણ ઘણું કરીને જાણવું. જેમ લગ્ન વખતે લખે છે ને કે થોડું લખ્યું ઘણું કરીને જાણજો.
હવે શિષ્ય તે સાંભળીને સમસ્ત (સ્વપરનાં) ચિહ્નોથી ભલી-ભાંતિ પરીક્ષા કરે છે. મારું લક્ષણ જ્ઞાન-આનંદ છે અને રાગનું લક્ષણ જડતા અને આકુળતા છે. રાગનું અને મારું લક્ષણ ભિન્ન ભિન્ન છે. હું જ્ઞાન લક્ષણે લક્ષિત છું અને રાગ દુઃખ લક્ષણે લક્ષિત છે. મોક્ષ અધિકારની ૨૯૪ મી ગાથામાં આવે છે કે આત્માનું લક્ષણ જ્ઞાન અને બંધનું લક્ષણ રાગ છે. માટે બન્ને ભિન્ન ભિન્ન છે. ગુરુની વાત સાંભળીને અજ્ઞાની પોતે સારી પેઠે પરીક્ષા કરે છે. (પ્રમાદ સેવતો નથી). ગુરુ કાંઈ પરીક્ષા કરાવતા નથી. પોતે પરીક્ષા કરે છે કે-ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, શાન્તિસ્વરૂપ, ધીરજસ્વરૂપ છે અને