ગાથા ૩૮ ] [ ૨૧૩
आलोकमुच्छलति शान्तरसे समस्ताः।
____________________________________________________________ ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શાદિરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે તોપણ, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને-ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.
ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શનજ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ભાવકભાવ ને જ્ઞેયભાવથી ભેદજ્ઞાન થયું, પોતાની સ્વરૂપસંપદા અનુભવમાં આવી; હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય.
હવે, એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કહી પ્રેરણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થાઓઃ-
શ્લોકાર્થઃ– [एषः भगवान् अवबोधसिन्धुः] આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા [विभ्रम–तिरस्करिणीं भरेण आप्लाव्य] વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને (દૂર કરીને) [प्रोन्मग्नः] પોતે સર્વાંગ પ્રગટ થયો છે; [अमी समस्ताः लोकाः] તેથી હવે આ સમસ્ત લોક [शान्तरसे] તેના શાંત રસમાં [समम् एव] એકીસાથે જ [निर्भरम्] અત્યન્ત [मज्जन्तु] મગ્ન થાઓ. કેવો છે શાંત રસ? [आलोकम् उच्छलति] સમસ્ત લોક પર્યંત ઊછળી રહ્યો છે.
ભાવાર્થઃ– જેમ સમુદ્રની આડું કાંઈ આવી જાય ત્યારે જળ નથી દેખાતું અને જ્યારે આડ દૂર થાય ત્યારે જળ પ્રગટ થાય; પ્રગટ થતાં, લોકને પ્રેરણાયોગ્ય થાય કે ‘આ જળમાં સર્વ લોક સ્નાન કરો’; તેવી રીતે આ આત્મા વિભ્રમથી આચ્છાદિત હતો ત્યારે તેનું સ્વરૂપ નહોતું દેખાતું; હવે વિભ્રમ દૂર થયો ત્યારે યથાસ્વરૂપ (જેવું છે