भवतीत्यावेद–यन्नुपसंहरति–
ण वि अत्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि।। ३८ ।।
अहमेकः खलु शुद्धो दर्शनज्ञानमयः सदाऽरूपी।
नाप्यस्ति मम किञ्चिदप्यन्यत्परमाणुमाक्रमपि।। ३८ ।।
હવે, એ રીતે દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ પરિણત થયેલાસ આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છેઃ-
કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮.
ગાથાર્થઃ– દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કેઃ [खलु] નિશ્ચયથી [अहम्] હું [एकः] એક છું, [शुद्धः] શુદ્ધ છું, [दर्शनज्ञानमयः] દર્શનજ્ઞાનમય છું, [सदा अरूपी] સદા અરૂપી છું; [किञ्चित् अपि अन्यत्] કાંઈ પણ અન્ય પરદ્રવ્ય [परमाणुमाक्रम् अपि] પરમાણુમાત્ર પણ [मम न अपि अस्ति] મારું નથી એ નિશ્ચય છે.
ટીકાઃ– જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે (મહા ભાગ્યથી) સમજી, સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (-તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કેઃ હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નર, નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી,