Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 504 of 4199

 

ગાથા ૩૮ ] [ ૨૨૩ ભગવાન આત્માને સ્પર્શતા નથી. અંદર પર્યાયમાં થતા રાગાદિ વિકારી ભાવો ભગવાન ચૈતન્યસ્વભાવને સ્પર્શતા નથી. એ તો ઠીક, પણ ભગવાન જ્ઞાયકસ્વભાવી ધ્રુવ આત્માના આશ્રયે પ્રગટ થએલી નિર્મળ પર્યાય પણ દ્રવ્યને સ્પર્શતી નથી. પ્રવચનસાર ગાથા ૧૭૨ માં અલિંગગ્રહણના ૧૯-૨૦ બોલમાં આ વાત લીધી છે. ૧૯ મા બોલમાં એમ લીધું છે કે-‘લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધવિશેષ તે જેને નથી તે અલિંગ-ગ્રહણ છે; આ રીતે આત્મા પર્યાયવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે.’ અહીં કહે છે કે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. ૨૦ મા બોલમાં એમ લીધું છે કે-‘લિંગ એટલે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે. શું કહે છે? વેદન પર્યાયમાં છે, ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં નથી. દ્રવ્ય તો અક્રિય છે. તેથી દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. ભાઈ! આ તો વસ્તુસ્થિતિની અલૌકિક વાતો છે. એ જ અહીં કહે છે કે-આ નવતત્ત્વના વ્યવહારિક ભાવોથી, અખંડ એક ચૈતન્યસ્વભાવપણાને લીધે હું જુદો છું અને તેથી હું શુદ્ધ છું. આ ‘શુદ્ધ છું’ નો બોલ પૂરો થયો.

હવે ત્રીજો બોલ ‘દર્શન જ્ઞાનમય’ નો કહે છે, ‘ચિન્માત્ર હોવાથી સામાન્ય- વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું. અહાહા! ચિન્માત્ર કહેતાં હું ચૈતન્યસ્વભાવમાત્ર છું. દયા, દાન, વ્રતાદિ વિકલ્પ તે હું નહિ, અલ્પજ્ઞતા તે પણ હું નહિ અને હું જ્ઞાનદર્શનવાળો એમ (ભેદ) પણ હું નહિ. હું તો ચિન્માત્ર હોવાથી દર્શન-જ્ઞાનમય છું. અહીં ચૈતન્યસામાન્ય તે દર્શન છે અને ચૈતન્યવિશેષ તે જ્ઞાન છે. ચૈતન્ય-સ્વભાવી ભગવાન આત્મા સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઓળંગતો નહિ હોવાથી હું જ્ઞાનદર્શનમય છું. ત્રિકાળી વસ્તુપણે આવો છું. આ ત્રીજો બોલ થયો.

હવે ચોથો બોલ ‘અરૂપી’ નો કહે છેઃ ‘સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શાદિરૂપે પોતે પરિણમ્યો નથી માટે પરમાર્થે હું સદાય અરૂપી છું.’ જુઓ, સ્પર્શ, રસ આદિનું જ્ઞાન જે થાય છે તે મારા પોતાથી થાય છે, નિમિત્તથી નહિ, અને સ્પર્શાદિ નિમિત્તની હયાતી છે તો મારામાં જ્ઞાન થાય છે એમ પણ નથી, તત્સંબંધી જ્ઞાનરૂપે પરિણમવાની યોગ્યતા મારામાં સહજ સ્વભાવથી જ છે. એ સ્પર્શ, રસ, ગંધ આદિને જાણવા છતાં તે સ્પર્શાદિ મારામાં આવતા નથી, હું સ્પર્શાદિરૂપે પરિણમતો નથી. મારું જ્ઞાન અને સ્પર્શાદિ ભિન્ન ભિન્ન રહે છે. આમ હોવાથી હું પરમાર્થે સદાય અરૂપી છું. આવો આત્મા જ્યાં સુધી જાણે અને અનુભવે નહિ ત્યાંસુધી જીવ સમ્યગ્દ્રષ્ટિ થતો નથી. સમ્યગ્દર્શન વિનાનાં જે વ્રત અને તપ કરે એ બધાં બાળવ્રત અને બાળતપ એટલે કે મૂર્ખાઈ ભર્યાં વ્રત અને તપ છે. વ્રત, તપ, જાત્રા વગેરેના વિકલ્પ તો શુભભાવ છે. આ શેત્રુંજો અને સમ્મેદશિખરના ડુંગરે ચઢે અને જાત્રા કરે એ તો પુણ્યભાવ છે, રાગ છે, ધર્મ નહિ, ભાઈ! અંદર ત્રણલોકનો