૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
अपरे संयोगेन तु कर्मणां जीवमिच्छन्ति।। ४२ ।।
एवंविधा बहुविधाः परमात्मानं वदन्ति दुर्मेधसः।
ते न परमार्थवादिनः निश्चयवादिभिर्निर्दिष्टाः।। ४३ ।।
_________________________________________________________________ તીવ્રમંદપણારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત થાય છે [सः] તે [जीवः भवति] જીવ છે’ એમ [कर्मानुभागम्] કર્મના અનુભાગને [इच्छन्ति] જીવ ઇચ્છે છે (-માને છે). [केचित्] કોઈ [जीवकर्मोभयं] જીવ અને કર્મ [द्वे अपि खलु] બન્ને મળેલાંને જ [जीवम् इच्छन्ति] જીવ માને છે [तु] અને [अपरे] અન્ય કોઈ [कर्मणां संयोगेन] કર્મના સંયોગથી જ [जीवम् इच्छन्ति] જીવ માને છે. [एवंविधाः] આ પ્રકારના તથા [बहुविधाः] અન્ય પણ ઘણા પ્રકારના [दुर्मेधसः] દુર્બુદ્ધિઓ-મિથ્યા-દ્રષ્ટિઓ [परम्] પરને [आत्मानं] આત્મા [वदन्ति] કહે છે. [ते] તેમને [निश्चयवि्रदभिः] નિશ્ચયવાદીઓએ (-સત્યાર્થવાદીઓએ) [परमार्थवादिनः] પરમાર્થવાદી (-સત્યાર્થ કહેનારા) [न निर्दिष्टाः] કહ્યા નથી.
અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થ ભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે. કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન (અર્થાત્ મિથ્યા અભિપ્રાય સહિત વિભાવપરિણામ) તે જ જીવ છે કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. ૧. કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ (ભ્રમણરૂપ) ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું જે કર્મ તે જ જીવ છે કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૨. કોઇ કહે છે કે તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત (જેનો અંત દૂર છે એવા) રાગરૂપ રસથી ભરેલાં અધ્યવસાનોની જે સંતતિ (પરિપાટી) તે જ જીવ છે કારણ કે તેનાથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૩. કોઇ કહે છે કે નવી ને પુરાણી અવસ્થા ઇત્યાદિ ભાવે પ્રવર્તતું જે નોકર્મ તે જ જીવ છે કારણ કે શરીરથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૪. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. પ. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદત્વગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે કારણ કે સુખ-દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ૬. કોઈ કહે છે કે શિખંડની