સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ] [ પ જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બન્ને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. ૭. કોઈ કહે છે કે અર્થક્રિયામાં (પ્રયોજનભૂત ક્રિયામાં) સમર્થ એવો જે કર્મનો સંયોગ તે જ જીવ છે કારણ કે જેમ આઠ લાકડાંના સંયોગથી અન્ય જુદો કોઈ ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (આઠ લાકડાં મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો; તે રીતે અહીં પણ જાણવું.) ૮. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા અને એવા એવા અન્ય પણ અનેક પ્રકારના દુર્બુદ્ધિઓ (અનેક પ્રકારે) પરને આત્મા કહે છે; પરંતુ તેમને પરમાર્થના જાણનારાઓ સત્યાર્થવાદી કહેતા નથી.
અનાદિથી જ જીવની પુદ્ગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં, જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પુદ્ગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. પરંતુ જે પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે; કારણ કે પરમાર્થે જીવનું સ્વરૂપ પુદ્ગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વજ્ઞની પરંપરાનાં આગમથી જાણી શકાય છે, તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતી, મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે તે કયાં સુધી કહેવા?
હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય-એ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી (કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે-એ અર્થરૂપ કાવ્ય કહે છેઃ-
મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. અહીં જ્ઞાન અને આનંદ એમ મુખ્ય બેની વાત કરી છે. જ્ઞાન કહેતાં જે જીવ-શુદ્ધજીવ તેની (સમ્યગ્જ્ઞાનરૂપ) અવસ્થા મનને એટલે આત્માને આનંદરૂપ કરતી પ્રગટ થાય છે. જ્ઞાન પ્રગટ થતાં સાથે (અતીન્દ્રિય) આનંદ હોય તો તેને જ્ઞાન કહીએ. જ્ઞાન પ્રગટ થયાની આ મુખ્ય નિશાની છે. (અતીન્દ્રિય આનંદનો અનુભવ ન હોય તો જ્ઞાનનું પ્રગટવું પણ હોતું નથી.)