Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 530 of 4199

 

૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ઇચ્છાનુસાર શરીરમાં ક્રિયા થાય છેણ. માટે શરીર એ જ આત્મા છે આવો તે અજ્ઞાનીઓનો મત છે. આ ચાર્વાક મત છે.

ચાર બોલ પુરા થયા. હવે પાંચમો બોલ કહે છે. કોઈ એમ કહે છે કે સમસ્ત લોકને પુણ્યપાપરૂપે વ્યાપતો જે કર્મનો વિપાક તે જ જીવ છે કારણ કે શુભાશુભ ભાવથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અજ્ઞાનીને આખા લોકમાં પુણ્ય-પાપનું કરવું-એટલું જ માત્ર દેખાય છે. પરંતુ શુભ અને અશુભ ભાવો એનાથી ભિન્ન આત્મા એને જણાતો નથી. પણ એ ભિન્ન જણાતો નથી એવો નિર્ણય તો જ્ઞાને કર્યો ને? પરંતુ એ જ્ઞાન ઉપર અજ્ઞાનીની દ્રષ્ટિ જતી નથી. અહીં પુણ્ય-પાપના ર્ક્તાની વાત લીધી છે. શુભાશુભ ભાવના ર્ક્તા થઈને પરિણમવું-એનાથી ભિન્ન આત્મા અજ્ઞાનીને દેખાતો નથી.

હવે છઠ્ઠો બોલ ભોક્તાનો કહે છે. કોઈ કહે છે કે શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્ર-મંદત્વગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે જ જીવ છે. કારણ કે સુખ-દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં આવતો નથી. ભગવાન આત્મા અનંત અનંત સુખનું ધામ છે. પરંતુ અજ્ઞાનીને એની તરફ નજર નથી. એ તો શાતામાં મંદ અને અશાતામાં તીવ્ર એવો જે ભેદરૂપ કર્મનો અનુભવ તેને જ જાણે છે અને તેથી એ જ જીવ છે એમ માને છે. શાતાના અનુભવમાં સુખનું (અલ્પ દુઃખનું) વેદન અને અશાતાના અનુભવમાં (તીવ્ર) દુઃખનું વેદન દેખાય છે. તેથી તે અજ્ઞાનવશ જે સુખ-દુઃખનો અનુભવ થાય છે તેને જ જીવ માને છે.

અજ્ઞાનીની દ્રષ્ટિ નિરંતર પર્યાય ઉપર જ રહેતી હોય છે. વસ્તુતત્ત્વ જે ચૈતન્યમૂર્તિ ત્રિકાળી શુદ્ધ આત્મા તેની એને દ્રષ્ટિ જ નથી. તેથી શાતા-અશાતાના ઉદ્રયમાં જે મોહ-જનિત સુખ-દુઃખનું વેદન તેનાથી ભિન્ન શુદ્ધ આત્મજનિત વેદન હોઈ શકે છે એવું એને ભાસતું જ નથી. આમ પર્યાયબુદ્ધિ જીવો, અનંતશક્તિમંડિત જે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય તેની દ્રષ્ટિનો અભાવ હોવાથી, સુખ-દુઃખની કલ્પનાસ્વરૂપ જે શાતા-અશાતાનું વેદન હોય છે તેને જ ભ્રમવશ આત્મા માને છે.

હવે સાતમો બોલઃ-કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ, તે બન્ને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. અજ્ઞાની કહે છે કે કર્મરહિત આત્મા થાય એવું તો કાંઈ જણાતું નથી. અહાહા....! નિશ્ચયથી વસ્તુ તો ત્રિકાળ કર્મરહિત જ છે. પરંતુ એ વસ્તુના સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે તો ને? એ તો અવસ્થામાં આત્મા અને કર્મ ઉભયરૂપ મળેલાં જુએ છે અને તેથી તેને જ આત્મા માને છે. ખરેખર તો કર્મથી ભિન્ન જીવ નથી, નથી-એવું જે એનું જ્ઞાન તે જ જીવનું ભિન્ન અસ્તિત્વ સિદ્ધ કરે છે. (જીવ નથી એવું જાણનાર પોતે જ જીવ છે).