केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वृच्चंति।। ४४ ।।
केवलिजिनैर्भणिताः कथं ते जीव इत्युच्यन्ते।। ४४ ।
_________________________________________________________________
સહુ કેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા? ૪૪.
બધાય [पुद्गगलद्रव्यपरिणामनिष्षन्नाः] પુદ્ગલદ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એમ [केवलिजिनैः] કેવળી સર્વજ્ઞ જિનદેવોએ [भणिताः] કહ્યું છે [ते] તેમને [जीवः इति] જીવ એમ [कथं उच्यन्ते] કેમ કહી શકાય?
દેખનારા ભગવાન (વીતરાગ સર્વજ્ઞ) અર્હંતદેવો વડે, પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી, તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી અતિરિક્ત (ભિન્ન) કહેવામાં આવ્યું છે; માટે જેઓ આ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી કેમ કે આગમ, યુકિત અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. તેમાં, ‘તેઓ જીવ નથી’ એવું આ સર્વજ્ઞનું વચન છે તે તો આગમ છે અને આ (નીચે પ્રમાણે) સ્વાનુભવગર્ભિત યુક્તિ છેઃ-સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગ-દ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી કારણ કે, કાલિમા (કાળપ) થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિત્સ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે છે. ૧. અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૨. તીવ્ર-મંદ અનુભવથી ભેદરૂપ થતાં, દુરંત