સમયસાર ગાથા-૪૪ ] [ ૧૯
ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः।। ३४ ।।
_________________________________________________________________
કોલાહલ કરવાથી [किम्] શો લાભ છે? [विरम्] એ કોલાહલથી તું વિરક્ત થા અને [एकम्] એક ચૈતન્યમાત્ર વસ્તુને [स्वयम् अपि] પોતે [निभृतः सन्] નિશ્ચળ લીન થઈ [पश्य षण्मासम्] દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો (-તપાસ) કે એમ કરવાથી [हृदय–सरसि] પોતાના હૃદયસરોવરમાં [पुद्गगलात् भिन्नधाम्नः] જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા [पुंसः] આત્માની [ननु किम् अनुपलब्धिः भाति] પ્રાપ્તિ નથી થતી [किं च उपलब्धिः] કે થાય છે.
ભાવાર્થઃ– જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મૂહૂર્તમાત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪.
આગળની ગાથામાં અનેક પ્રકારની મિથ્યા માન્યતા બતાવી. તેનો હવે ઉત્તર આપે છેઃ-
આ અધ્યવસાન આદિ ભાવોની હયાતી કહેતાં અસ્તિત્વ તો છે. અશુદ્ધતા છે જ નહિ એમ કોઈ કહે તો તે વાત ખોટી છે. જો અશુદ્ધતા હોય જ નહિ તો પછી દુઃખથી મુક્ત થવાનો ઉપદેશ પણ કેમ હોય? દુઃખ ન હોય તો દુઃખથી મુક્ત થવાની વાત રહેતી નથી. પરંતુ દુઃખથી આત્યંતિક મુક્ત થવાનો જે જિનોપદેશ છે એનો અર્થ જ એ થયો કે એક (શુદ્ધ) આત્મા સિવાય (સંસારીને) પર્યાયમાં દુઃખ પણ છે.
વળી કોઈ જો એમ કહે કે આત્મામાં ગુણ નથી તો એ વાત પણ ખોટી છે. હા, પ્રકૃતિના જે રજોગુણ, તમોગુણ ઇત્યાદિ છે તે આત્મામાં નથી એ બરાબર છે. પરંતુ વસ્તુના ગુણો એટલે શક્તિઓ તો વસ્તુમાં છે જ. તો શ્રી પ્રવચનસારમાં અલિંગગ્રહણના ૧૮મા બોલમાં એમ આવે છે ને કે-‘આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે’? ભાઈ! ત્યાં બીજું કહેવું છે. ત્યાં એમ કહેવું છે કે સામાન્ય જે વસ્તુ ધ્રુવ-ધ્રુવ-