સમયસાર ગાથા-૪૪ ] [ ૨પ ગાથા ૧૪૪માં આ નિર્ણયની વાત લીધી છે. ભગવાને કહેલા આગમથી પ્રથમ નિર્ણય કરે કે આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે. ત્યાર પછી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવી આત્મસન્મુખ કરે છે. જ્ઞાન જે પર તરફ ઢળેલું છે તેને સ્વ તરફ વાળે છે. ત્યારે શું થાય છે? અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને આત્મા અનુભવે છે.
રાગથી ભિન્ન આત્માને અનુભવે નહિ અને રાગ વડે લાભ (ધર્મ) માને તે બહારથી કંચન-કામિનીનો ત્યાગી નિર્વસ્ત્ર દિગંબર અવસ્થાધારી હોય તોપણ તેને સાધુ કેમ કહીએ? રાગથી લાભ માનવો એ તો મિથ્યાદર્શન છે. આ કોઈ વ્યક્તિ-વિશેષના અનાદરની વાત નથી પણ વસ્તુની સ્થિતિની વાત છે. અમને ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ છે, અમે ઘણી શાસ્ત્રસભાઓ સંબોધી છે તેથી અમને આત્મજ્ઞાન છે એમ કોઈ કહે તો તે યથાર્થ નથી. એ તો બધી રાગની- વિકલ્પની વાતો છે. વસ્તુ આત્મા તો શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી પાર નિર્વિકલ્પ છે. આવા નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યમય આત્માની દ્રષ્ટિ કરી તેનો અનુભવ કરવો તે આત્મદર્શન અને આત્મજ્ઞાન છે.
આ પ્રમાણે અધ્યવસાનને એટલે રાગાદિ વિભાગને જીવ માનનારને આગમ, યુક્તિ અને અનુભવથી જૂઠો ઠરાવ્યો. આ એક બોલ થયો. હવે બીજો બોલ કહે છેઃ-
અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું જે કર્મ છે તે પણ જીવ નથી કારણ કે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે.
કેવળી ભગવાને કર્મને જીવ કહ્યો નથી એ આગમ થયું. તથા કાળપથી-મેલપથી જેમ સોનું જુદું છે તેમ કર્મથી આત્મા જુદો છે એ યુક્તિ થઈ. અને ભેદજ્ઞાનીઓ કર્મથી જુદો જે ચૈતન્યસ્વભાવી જીવ છે તેને પ્રત્યક્ષ અનુભવે છે એ અનુભવ થયો. ટીકામાં એમ લીધું છે કે- સંસરણરૂપ ક્રિયા એટલે રાગની ક્રિયામાં કર્મ ક્રીડા કરે છે, રાગમાં આત્મા ક્રીડા કરતો નથી.
પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે તેને સમ્યગ્દર્શનાદિ ધર્મ કહીએ. એ સમ્યગ્દર્શન વિના બહારથી વ્રતાદિ ધારણ કરી એમ માનવા લાગે કે અમે સંયમી છીએ એને પોતાની ખોટી માન્યતાનું ભારે નુકશાન થાય છે. એની (નુકશાનની) એને ખબર ન હોય એ તેનું અજ્ઞાન છે. પણ એ અજ્ઞાન કાંઈ બચાવનું સાધન હોઈ ન શકે. જેમ ઝેરના પીવાથી મરી જવાય તેમ શુભકર્મના સેવનથી પણ આત્માનો ઘાત જ થાય. એની