સમયસાર ગાથા-૪૪ ] [ ૨૯ છે. ત્રિકાળ ધ્રુવ અખંડ એક ચૈતન્યસ્વરૂપના અવલંબને જે નિશ્ચયધર્મ પ્રગટયો છે તે જ ખરેખર અમૃત છે. પણ તે ધર્મનો શુભભાવ પર આરોપ કરીને શુભભાવને પણ અમૃત કહ્યો છે; છે તો ખરેખર એ ઝેર. અરે! જગતને સત્ય સાંભળવા મળે નહિ એ બિચારા કયાં જશે? લાખો રૂપિયાનાં દાન આપે ત્યાં દાન દેવાનો જે ભાવ છે તે પુણ્ય છે. એનાથી કાંઈ જન્મ-મરણ ન મટે. અને એને ધર્મ માને તો મિથ્યાદર્શન છે. પૈસા તો અજીવ છે. જીવ કાંઇ એ અજીવનો સ્વામી નથી. પૈસા મારા છે એમ માનનારે પોતાને અજીવ માન્યો છે. ભાઈ! પૈસા પેદા કરવા, એને સાચવવા અને વાપરવા એ કાંઈ આત્માની ક્રિયા નથી. તથા દાન આપવાનો જે શુભભાવ છે તે રાગ છે, સંસાર છે. શુભભાવ કે જે સંસારમાં પ્રવેશ કરાવે તેને ભલો કેમ કહીએ?
પુણ્ય-પાપના ભાવ એ તો કર્મનો વિપાક છે, એ કાંઈ ભગવાન આત્માનો વિપાક નથી. પુણ્ય-પાપનો જે ર્ક્તા થાય એ જીવ નહિ. જીવ તો નિર્મળ જ્ઞાનાનંદસ્વરૂપ છે. એ જ્ઞાનનો ર્ક્તા થાય. જીવ વિકારનો ર્ક્તા થાય એમ માનનારે પોતાને આખોય વિકારી માન્યો છે. પણ ભાઈ! વસ્તુ આત્મા તો વિકારથી રહિત ચિન્માત્ર છે. વસ્તુતત્ત્વ બહુ સૂક્ષ્મ છે. બાપુ! જન્મ-મરણના દુઃખોથી મુક્ત થવાનો ઉપાય અતિ આકરો અને ઝીણો છે.
આ લસણ અને ડુંગળીમાં જે નિગોદના જીવો છે એમને પણ શુભાશુભભાવો તો હોય છે. ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ ભાવ આવે છે. એમને પણ શુભાશુભ કર્મધારા નિરંતર ચાલ્યા કરે છે. ભાઈ! એ તો બધો કર્મનો વિપાક છે. એ જડનું ફળ છે, એ કાંઈ ચૈતન્યનું ફળ નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા તો પુણ્ય-પાપરૂપ કર્મના વિપાકથી ભિન્ન છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે. યુક્તિથી પણ એમ જ સિદ્ધ થાય છે અને ભેદજ્ઞાનીઓ વડે પણ શુભાશુભ ભાવોથી ભિન્ન જુદો ચૈતન્યસ્વભાવમય આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે.
છઠ્ઠો બોલઃ શાતા-અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવ્રમંદપણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ તે પણ જીવ નથી. શાતાનું વેદન એટલે કલ્પનામાં જે અનુકૂળપણે સુખરૂપ લાગે અને અશાતાનું વેદન એટલે કલ્પનામાં જે પ્રતિકૂળપણે દુઃખરૂપ લાગે એવા ભેદરૂપ જે કર્મનો અનુભવ તે જીવ નથી. શરીર તો રોગની મૂર્તિ છે. એક તસુમાં (તસુ જેટલા શરીરના ભાગમાં) ૯૬ રોગ શરીરમાં છે. એવા આખાય શરીરમાં રોગ ભરેલા છે. એ રોગ જ્યારે પ્રગટ થાય ત્યારે જે અશાતાનું વેદન થાય એ પુદ્ગલનું ફળ છે. તથા શરીર નિરોગી રહે અને બહાર સામગ્રી-ધન, સંપત્તિ, કુંટુંબ-પરિવાર આદિ ઠીક અનુકૂળ હોય ત્યારે જે શાતાનું- સુખની કલ્પનાનું વેદન થાય એ પણ પુદ્ગલનું ફળ છે. એ કલ્પનામય સુખ-દુઃખના વેદનમાં કર્મનો અનુભવ છે, આત્માનો નહિ. શરીર હૃષ્ટ-પુષ્ટ નિરોગી હોય અને કરોડોની સાહ્યબી હોય ત્યારે જે સુખનો અનુભવ થાય તે