સમયસાર ગાથા-૪૪ ] [ ૩૩ વિકલ્પોનો ત્યાગ કરી એક છ મહિના શુદ્ધાત્માના અનુભવનો અભ્યાસ કર. આમ તો અંતર્મુહૂર્તમાં ચૈતન્યની પ્રાપ્તિ થઈ શકે છે. પણ તને જો બહુ આકરું લાગતું હોય તો છ મહિના તેનો અભ્યાસ કર. આમ છ મહિના અભ્યાસ કરવાની વાત કરી છે. ચિદાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવી જ્ઞાયકસ્વભાવી ધ્રુવ એકરૂપ આત્મા છે તેની લગની લગાડ, એકમાત્ર એમાં જ ધૂન લગાડ. તને તે પ્રાપ્ત થશે જ.
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કેઃ-
પરમાનંદનો નાથ પરમ પદાર્થ ભગવાન આત્માની ઉપલબ્ધિની ભાવના હોય તો સત્ય પુરુષાર્થ એટલે સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ કર. ભવસ્થિતિ હશે તેમ થશે (કાળલબ્ધિ હશે તેમ થશે) એવી મિથ્યા અટક (પક્કડ) છોડી દે. કાળલબ્ધિ હશે ત્યારે થશે એવો દુરાગ્રહ આત્માના હિતને છેદનારો છે. માટે ભવસ્થિતિ આદિના બહાના છોડીને તું પુરુષાર્થ કર. ભાઈ! તારે ‘કાળલબ્ધિ હશે ત્યારે થશે’ એ વાતની ધારણા-પકડ કરવી છે કે તેનું જ્ઞાન કરવું છે? તેનું યથાર્થ જ્ઞાન કરવું હોય તો તું જ્ઞાયકની સન્મુખ થઈ પુરુષાર્થ કર. જ્ઞાયક જ્ઞાનમાં આવતાં તને પાંચે સમવાયનું વાસ્તવિક જ્ઞાન થશે.
સ્વભાવ તરફનો પુરુષાર્થ કરતાં સમ્યકત્વ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે કાળલબ્ધિ પાકી ગઈ. દ્રવ્યસંગ્રહમાં (ગાથા ૨૧ ની ટીકામાં) આવે છે કે કાળલબ્ધિ હેય છે. કાળ અસ્તિપણે છે, નિમિત્ત છે પણ તે હેય છે. (કેમકે કાળની-નિમિત્તની સન્મુખ દ્રષ્ટિ કરતાં સમ્યકત્વાદિ થતાં નથી) કાળ નિમિત્ત છે તે છે, અને પોતાની પર્યાયનો જે સ્વકાળ છે તે પણ છે; પણ તે સ્વકાળનું જ્ઞાન કોને થાય? પોતાના સ્વભાવની સન્મુખ જ્યાં પુરુષાર્થ કર્યો ત્યારે કાળ પાકયો એમ સ્વકાળનું-કાળલબ્ધિનું જ્ઞાન થયું, ભવિતવ્યતાનું પણ જ્ઞાન થયું, તથા સ્વભાવસન્મુખ પુરુષાર્થ કર્યો તે સ્વભાવનું જ્ઞાન થયું અને નિમિત્તનો એટલો અભાવ છે એમ જ્ઞાન થયું. આમ પાંચેય સમવાય કારણો એકસાથે છે એમ યથાર્થ જ્ઞાન થયું.
તેથી અહીં કહ્યું છે કે છ મહિના ચૈતન્યસ્વરૂપ નિજ શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવનો અભ્યાસ કર, એની જ અંતરમાં લગની લગાડ. અને જોકે એમ કરવાથી ‘हृदय–सरसि पुद्गलात् भिन्नधाम्नः पुंसः ननु किं अनुपलब्धिः भाति किं च उपलब्धिः’ પોતાના હૃદયસરોવરમાં જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે.
સમયસાર નાટકમાં લીધું છે કે જ્ઞાનરૂપી સરોવરમાં તું જ પોતે ચૈતન્યકમળ છે. સ્વભાવસન્મુખ પર્યાયનો પુરુષાર્થ તે ભ્રમર છે. તે તું જ છે. તું જ તે ચૈતન્યકમળમાં