૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।। ३६ ।।
_________________________________________________________________
સર્વસ્વ-સાર છે એવો [अयम् जीवः] આ જીવ [इयान्] એટલો જ માત્ર છે; [अतः अतिरिक्ताः] આ ચિત્શક્તિથી શૂન્ય [अमी भावाः] જે આ ભાવો છે [सर्वे अपि] તે બધાય [पौद्गलिकाः] પુદ્ગલજન્ય છે-પુદ્ગલના જ છે. ૩૬.
પ્રભુ! આપ જ્યારે એમ કહો છો કે પુણ્ય-પાપના ભાવ એ આત્મા નથી તો આત્મા છે કેવો? પાછલી ગાથામાં એમ કહ્યું કે અનેક પ્રકારના રાગમાં જીવ વ્યાપતો નથી, જીવ તો એકસ્વરૂપ જ છે. તો તે જીવનું સ્વરૂપ શું છે? પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખની કલ્પનાના ભાવ, કર્મ ને આત્મા બન્ને એક હોવાનો ભાવ ઇત્યાદિ અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. તો એક, ટંકોત્કીર્ણ, પરમાર્થસ્વરૂપ જીવ કેવો છે? આવો શિષ્યનો પ્રશ્ન છે તેના ઉત્તરરૂપે ગાથા કહે છે.
આ ગાથા શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી નિયમસાર, શ્રી પંચાસ્તિકાય, શ્રી અષ્ટપાહુડ તથા શ્રી ધવલ એમ અનેક શાસ્ત્રોમાં છે. ગાથામાં ‘जाण’ શબ્દ પડયો છે. એ શબ્દ દ્વારા શ્રી કુંદકુંદાચાર્યદેવ શિષ્યને એમ કહે છે કે હે ભાઈ! તું આત્માને આવો જાણ.
જે જીવ છે તે ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી માટે અરસ છે. ખરેખર અર્થાત્ યથાર્થપણે આત્મા પુદ્ગલદ્રવ્યથી અન્ય એટલે જુદો છે. પરમાર્થે આત્માને પુદ્ગલ દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી. શરીર અને કર્મ સાથે આત્માને જે નિમિત્ત- નૈમિત્તિક સંબંધ છે તે વ્યવહાર છે. તે જ્ઞાન કરવા માટે છે પણ આશ્રય કરવા માટે નથી. આશ્રય કરવા માટે તો એક ત્રિકાળી (ધ્રુવ) આત્મા જ છે.
અહીં કહે છે કે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મામાં અતીન્દ્રિય (આનંદનો, ચૈતન્યનો) રસ છે પણ પુદ્ગલનો જડ રસ આત્મામાં નથી માટે આત્મા અરસ છે.
વિશ્વમાં છ દ્રવ્યો છે. તેમાં જીવદ્રવ્ય પાંચ દ્રવ્યોથી ભિન્ન છે. પણ અહીં જીવદ્રવ્ય પુદ્ગલથી ભિન્ન બતાવવું છે કેમકે મુખ્યપણે જીવ પુદ્ગલમાં જ એકત્વ કરીને