Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 588 of 4199

 

૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ કરી થતું જ્ઞાન યથાર્થ જ્ઞાન નથી. આવી શુદ્ધ તત્ત્વની વાત સમજે નહિ અને અનેક પ્રકારના ક્રિયાકાંડ કરે પણ એ તો બધું રણમાં પોક મૂકવા જેવું છે. રણમાં પોક મૂકવી એટલે? એટલે એમ કે રણમાં એની પોક કોઈ સાંભળે નહિ અને એની પોક કદી બંધ થાય નહિ. ભાઈ! માત્ર ક્રિયાકાંડથી ભવનાં દુઃખ ન મટે.

છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે બાહ્ય છે, વ્યક્ત છે, અને ભગવાન આત્મા અભ્યંતર, અવ્યક્ત છે. તેથી શુદ્ધ જ્ઞાયકવસ્તુ છ દ્રવ્યસ્વરૂપ લોકથી ભિન્ન છે. આ અનંતા સિદ્ધો, વીસ વિદ્યમાન તીર્થંકરો, લાખો કેવળીઓ, પરમેષ્ઠી ભગવંતો અને દિવ્યધ્વનિ ઇત્યાદિ સર્વથી (આખા લોકથી) ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકવસ્તુ ભિન્ન છે. અવ્યક્ત એવો આત્મા છ દ્રવ્યથી તો ભિન્ન છે જ, પણ તે સંબંધીનો ભેદજ્ઞાનના વિચારનો જે સૂક્ષ્મ વિકલ્પ તે પણ છ દ્રવ્યમાં આવી જાય છે તેથી એનાથી પણ જ્ઞાયક ભિન્ન છે.

પૂર્ણાનંદનો નાથ આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તેને અવ્યક્ત વિશેષણથી અહીં સમજાવ્યો છે. સમ્યગ્જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યના સ્વરૂપથી મારું સ્વરૂપ ભિન્ન છે. એકકોર ભગવાન આત્મા જ્ઞાનગોળો અને એકકોર આખું લોકાલોક-બન્ને ભિન્ન ભિન્ન. આ લોકાલોકને એક સમયની પર્યાય જાણે તે પર્યાયનું પોતાનું સામર્થ્ય છે. તે પર્યાય એમ વિચારે છે કે હું જ્ઞાયક છ દ્રવ્યથી ભિન્ન છું. જાણે સાતમું દ્રવ્ય! ક્ષુલ્લક ધર્મદાસજીએ શુદ્ધ દ્રવ્યવસ્તુને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. છ દ્રવ્યથી હું ભિન્ન છું એમ વિચારનારી પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળે છે. વિકલ્પમાં એમ વિચારે છે ત્યાંસુધી સૂક્ષ્મ ભેદનો અંશ છે પણ જ્યાં પર્યાય સ્વદ્રવ્યમાં ઢળે છે એટલે એ ભેદ પણ છૂટી જાય છે. ભાઈ! આ તો ગૂઢ ભાવો સાદી ભાષામાં કહેવાય છે.

ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં ઢળીને જે પર્યાય પ્રગટ થઈ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. એ નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાયથી પણ ત્રિકાળી વસ્તુ ભિન્ન છે. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યને જાણવાની તાકાત છે તેથી એ તેને જાણે, પણ એ પર્યાય એમ જાણે છે કે એ છ દ્રવ્યોથી ભિન્ન ‘આ’ હું છું. ‘આ’ હું એટલે જે દ્રવ્ય ત્રિકાળી તે હું છું. પર્યાય એમ જાણે છે કે હું એક, અખંડ, ધ્રુવ ચૈતન્યસ્વભાવી અવ્યક્ત ચીજ છું. આ વ્યક્ત પર્યાય અવ્યક્તને આવો જાણે છે. અવ્યક્ત, અવ્યક્તને કેમ જાણે? બાપુ! જૈનદર્શન તો વિશ્વદર્શન છે. વિશ્વદર્શન એટલે? એટલે છ દ્રવ્યસ્વરૂપ જે વિશ્વ છે તેને યથાર્થ જણાવનારું અને તે જણાવીને પરથી જીવની ભિન્નતા દેખાડનારું એ સાચું દર્શન છે.

શાસ્ત્રોનું જે જ્ઞાન છે તે પણ છ દ્રવ્યોમાં સમાય છે, કેમકે તે જ્ઞાનના લક્ષે સ્વદ્રવ્યનું લક્ષ થતું નથી. તેનું લક્ષ છોડીને દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેનું લક્ષ કરે ત્યારે જ્ઞાન સમ્યક્ થાય છે. ભાઈ! ધર્મ કરવો છે પણ ધર્મ કેમ થાય તેની ખબર વિના તું ધર્મ કેવી રીતે કરીશ? શાસ્ત્રને જાણે, તેની વ્યવહાર શ્રદ્ધા કરે પણ શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ભગવાન