Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 589 of 4199

 

સમયસાર ગાથા-૪૯ ] [ ૭૧ આત્માના આશ્રયે પ્રગટ થતા વીતરાગી આનંદામૃતનો સ્વાદ ન લે તો આત્મજ્ઞાન કેમ થાય? વસ્તુ એકલી અતીન્દ્રિય આનંદમય છે. એ આનંદનો નમૂનો પર્યાયમાં ન આવે ત્યાં સુધી આખી ચીજ આવી છે એવી પ્રતીતિ કેમ થાય? પરમાત્મપ્રકાશમાં આવે છે કે શિષ્ય પ્રભાકર ભટ્ટ આચાર્ય શ્રી યોગીન્દ્રદેવ પ્રતિ બહુ ભક્તિથી વિનમ્ર થઈ પૂછે છે કે-હે સ્વામી! એવો શુદ્ધાત્મા કોણ છે જે જાણવો જોઈએ અને જેને જાણ્યા વિના અનંતકાળમાં આ આત્માને વીતરાગી સુખામૃતનો સ્વાદ ન આવ્યો, કેવળ દુઃખ જ થયું? ભાઈ! નિજ શુદ્ધાત્માને સ્વસંવેદનપ્રત્યક્ષ કર્યા વિના માત્ર શાસ્ત્રજ્ઞાન ધર્મ કરવામાં કાંઈ કાર્યકારી નથી.

અને આ વ્યવહારવાળા તો બિચારા કયાંય (દૂર) પડયા છે. વ્રત, તપ, આદિનો રાગ જે વ્યવહાર છે એ પણ છ દ્રવ્યમાં આવી જાય છે. એનાથી તો ભિન્ન પડવાનું છે. જેનાથી ભિન્ન પડવું છે એ મદદ કેમ કરે? ‘હું આવો છું’ એમ જે વ્યવહારનો વિકલ્પ ઊઠે તે વિકલ્પનો પણ વિષય આત્મા નથી. શ્રી જયસેન આચાર્યદેવે આ બોલની ટીકામાં એમ લીધું છે કે વિકલ્પના વિષયરહિત વસ્તુ સૂક્ષ્મ અવ્યક્ત છે. જ્ઞાયક આત્મા એ તો નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે. નિર્વિકલ્પતા એ ધ્યાન છે તેનો વિષય અખંડ આત્મવસ્તુ છે. ધ્યાનનું ધ્યેય ધ્યાન નથી પણ ધ્યાનનું ધ્યેય અખંડ શુદ્ધ આત્મવસ્તુ છે. એક અખંડ શુદ્ધ ચિન્માત્ર સિવાય બધુંય પરમાં-છ દ્રવ્યમાં સમાઈ જાય છે. આવી વાત છે.

બીજો બોલઃ– કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ભાવકભાવ એટલે શું? કર્મ જે વિકાર થવામાં નિમિત્ત છે તેને ભાવક કહે છે અને વિકારને ભાવકનો ભાવ કહે છે. વિકાર એ ભગવાન આત્માનો ભાવ નથી. અજ્ઞાનદ્રષ્ટિમાં જીવ ભાવક અને વિકાર એનો ભાવ બને છે અને સ્વભાવદ્રષ્ટિ થતાં કર્મ જે નિમિત્ત તે ભાવક છે અને વિકાર એ તેનો ભાવ છે. આવો ભાવકભાવ તે વ્યક્ત છે, બાહ્ય છે, જ્ઞેય છે અને તેનાથી ભગવાન આત્મા અન્ય છે માટે અવ્યક્ત છે.

કષાયોનો સમૂહ લીધો છે ને? એટલે વિકલ્પો શુભ હો કે અશુભ, એ સર્વ વિકલ્પોનો સમૂહ જે ભાવકભાવ તે વ્યક્ત છે અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા અવ્યક્ત છે. ર્ક્તા-કર્મ અધિકારમાં લીધું છે ને કે-હું અબદ્ધ છું, શુદ્ધ છું, નિર્મળ છું, એક છું, નિત્ય છું, ઇત્યાદિ બધા વિકલ્પો છે. અહીં કહે છે આવા વિકલ્પો કે બીજા કોઈ વિકલ્પો એ સર્વ વિકલ્પોથી ભગવાન આત્મા ભિન્ન છે, અન્ય છે. કષાયભાવો જે વ્યક્ત છે તેનાથી જ્ઞાયકવસ્તુ અન્ય છે એ અપેક્ષાએ તેને અવ્યક્ત કહે છે. વસ્તુદ્રષ્ટિથી તો ધ્રુવ જ્ઞાયકવસ્તુ સદા પ્રગટ જ છે.

જે વ્યવહારના વિકલ્પો છે તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે. જે ભિન્ન છે એવા વિકલ્પોથી એ કેમ પ્રાપ્ત થાય? જો વિકલ્પોથી પ્રાપ્ત થાય તો આત્મા વિકલ્પથી અભિન્ન ઠરે, અને તે વિકલ્પો જીવનો સ્વભાવ થઈ જાય. પરંતુ ભગવાન આત્મા તો પોતાની