૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ સ્વભાવપરિણતિથી જ પ્રાપ્ત થાય તેવો છે, રાગ પરિણતિથી નહિ. રાગ તો પરદ્રવ્યની પરિણતિ છે. તે દ્રવ્યાંતર છે એમ આ શાસ્ત્રના પુણ્ય-પાપ અધિકારમાં કહ્યું છે. રાગ એ અનેરા દ્રવ્યનો ભાવ છે, સ્વદ્રવ્યનો ભાવ નથી.
હું શુદ્ધ છું, એક છું, અખંડ છું, અભેદ છું એવા જે વિકલ્પો છે તે કષાયમાં સમાય છે, આકુળતામાં એનો સમાવેશ થાય છે. એ આકુળતામય ભાવકભાવ બાહ્ય છે, વ્યક્ત છે, પરજ્ઞેય છે અને અખંડ શુદ્ધ જીવવસ્તુ અંતરંગ, અવ્યક્ત, જ્ઞાયકપણે છે તેનાથી ભિન્ન છે. ભાઈ! આત્માનું જેણે હિત કરવું છે તેને વસ્તુનું પ્રયોજનભૂત જ્ઞાન તો હોવું જોઈએ; વ્યાકરણ આદિનું જ્ઞાન ભલે ન હોય. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમા અધિકારમાં શ્રી ટોડરમલજી સાહેબે લીધું છે કે-‘પોતાની બુદ્ધિ ઘણી હોય તો તેનો (વ્યાકરણાદિનો) થોડોઘણો અભ્યાસ કરી પછી આત્મહિતસાધક શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને જો થોડી બુદ્ધિ હોય તો આત્મહિતસાધક સુગમ શાસ્ત્રોનો જ અભ્યાસ કરવો? મૂળમાં આત્મવસ્તુ શું છે તેને યથાર્થ સમજી તેના તરફ ઢળવું, વળવું એ મુખ્ય પ્રયોજન છે. આવી અધ્યાત્મની વાત મૂળ દ્રવ્યાનુયોગમાં છે તે બરાબર જાણવી જોઈએ.
ભાઈ! આ તો સમ્યગ્દર્શનનો વિષય શું છે અને તે કેમ પ્રાપ્ત થાય એની વાત ચાલે છે. વ્યક્ત એવા કષાયોના સમૂહથી જે અન્ય છે એવો અવ્યક્ત જ્ઞાયકમૂર્તિ ભગવાન સમ્યગ્દર્શનનો વિષય છે. શ્રી સમયસાર ગાથા ૧૪૨ માં લીધું છે કે-વ્યવહારના વિકલ્પોનો તો અમે પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ પણ હવે ‘હું શુદ્ધ છું, જ્ઞાયક છું,’ ઇત્યાદિ જે નિશ્ચયનો વિકલ્પ છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે. એ વિકલ્પને પણ જ્યાં સુધી અતિક્રમતો નથી ત્યાં સુધી અજ્ઞાનરૂપ ર્ક્તા-કર્મપણું ટળતું નથી. હું ર્ક્તા અને વિકલ્પ મારું કાર્ય-એમ માને છે ત્યાં સુધી અજ્ઞાનદશા છે. ખરેખર તો રાગ પોતે જ ર્ક્તા અને રાગ પોતે જ કર્મ છે; આત્મા તેનો ર્ક્તા નથી. પણ પોતાનું આવું શુદ્ધ સ્વરૂપ જીવે કદી સાંભળ્યું નથી.
જે લોકો વ્યવહારથી પરંપરાએ નિશ્ચય પ્રાપ્ત થાય અર્થાત્ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રાપ્ત થાય એમ માને છે તેનો અહીં નિષેધ કરે છે.
પુણ્ય-પાપ અધિકારની છેલ્લી ગાથાની શ્રી જયસેન આચાર્યદેવની ટીકામાં એક પ્રશ્ન મૂકયો છે. શિષ્ય પૂછે છે કે-પ્રભુ! આ પાપનો અધિકાર ચાલે છે. તેમાં આપ વ્યવહાર રત્નત્રયની વાત કેમ કરો છો? વ્યવહારરત્નત્રય તો પુણ્ય છે. તેનો ઉત્તર આપ્યો છે કે-એક તો વ્યવહારરત્નત્રયમાં આવતાં જીવ પરાધીન થાય છે અને બીજું સ્વરૂપમાંથી પતિત થાય ત્યારે જ વ્યવહારરત્નત્રયમાં આવે છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ તે પાપ જ છે. અહીં એમ કહે છે કે કષાયનો નાનામાં નાનો કણ પણ-હું આત્મા છું અર્થાત્ હું છ