૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
भिन्ना भावाः सर्व एवास्य पुंसः
तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी
नो द्रष्टाः स्युर्द्रष्टमेकं परं स्यात्।। ३७ ।।
_________________________________________________________________ હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૭. પર્યાપ્ત તેમ જ અપર્યાપ્ત એવાં બાદર ને સૂક્ષ્મ એકેંદ્રિય, દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચેંદ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૮. મિથ્યાદ્રષ્ટિ, સાસાદન સમ્યગ્દ્રષ્ટિ, સમ્યગ્ મિથ્યાદ્રષ્ટિ, અસંયતસમ્યગ્દ્રષ્ટિ, સંયતાસંયત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ-ઉપશમક તથા ક્ષપક, અનિવૃત્તિબાદરસાંપરાય-ઉપશમક તથા ક્ષપક, સૂક્ષ્મસાંપરાય-ઉપશમક તથા ક્ષપક ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગકેવળી અને અયોગકેવળી જેમનાં લક્ષણ છે એવાં જે ગુણસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૯. (આ પ્રમાણે આ બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામમય ભાવો છે; તે બધા, જીવના નથી. જીવ તો પરમાર્થે ચૈતન્યશક્તિમાત્ર છે.)
રાગમોહાદિક [भावाः] ભાવો કહ્યા [सर्वे एव] તે બધાય [अस्य पुंसः] આ પુરુષથી (આત્માથી) [भिन्नाः] ભિન્ન છે [तेन एव] તેથી [अन्तःतत्त्वतः पश्यतः] અંતર્દષ્ટિ વડે જોનારને [अमी नो द्रष्टाः स्युः] એ બધા દેખાતા નથી, [एकं परं द्रष्टं स्यात्] માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે.
નયની દ્રષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર જ દેખાય છે. માટે તે બધાય વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી ભિન્ન જ છે.
આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તેમનું સ્વરૂપ વિશેષતાથી જાણવું હોય તો ગોમ્મટસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. ૩૭.
ભગવાન આત્મા આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે. તેને આ બધા ભાવો જે ચૈતન્યશક્તિથી શૂન્ય છે તે નથી. તે બધાય ભાવો પુદ્ગલના પરિણામ છે તેમ છ ગાથાઓમાં કહે છેઃ-