Pravachan Ratnakar (Gujarati). Gatha: 3.

< Previous Page   Next Page >


PDF/HTML Page 63 of 4199

 

* જીવ–અજીવ અધિકાર *


ગાથા–૩

अथैतद्बाध्यते–

एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे।
बंधकहा
एयते तेण विसंवादिणी होदि।। ३।।

હવે, સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છેઃ-


એકત્વનિશ્ચિય–ગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં.

ગાથાર્થઃ– [एकत्वनिश्चयगतः] એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે [समयः] સમય છે તે [लोके] લોકમાં [सर्वत्र] બધેય [सुन्दरः] સુંદર છે [तेन] તેથી [एकत्वे] એકત્વમાં [बंधकथा] બીજાના સાથે બંધની કથા [विसंवादिनी] વિસંવાદ-વિરોધ કરનારી [भवति] છે.

ટીકાઃ– અહીં ‘સમય’ શબ્દથી’ સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે. કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે ‘समयते’ એટલે એકીભાવે (એકત્વપૂર્વક) પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ-આકાશ- કાળ-પુદ્ગલ-જીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે, કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે- ટકાવી રાખે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધકથાથી જ વિસંવાદની