૧૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ અંતઃમૂહુર્ત સ્થિતિ પડે છે. રાગ એક જ છે છતાં આવો ફેર કેમ છે? તો કહે છે કે ઉપાદાન સ્વતંત્ર છે માટે એમ થાય છે. નિમિત્તપણે રાગ એક જ હોવા છતાં પોતાની યોગ્યતાને કારણે- પ્રકૃતિવિશેષની યોગ્યતાને કારણે તેવી પર્યાય થાય છે. વિપરીતભાવ એક હોવા છતાં જ્ઞાનાવરણીયની સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગર, મોહનીય કર્મની સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગર અને નામકર્મની સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગર બંધાય છે. આવો ફેર કેમ છે? તો કહે છે કે ઉપાદાનની-તે સમયના પરમાણુના પર્યાયની યોગ્યતા જ એવી છે. કાંઈ નિમિત્ત કારણથી આમ થતું નથી. નિમિત્ત તો બધાને એક છે. છતાં પ્રકૃતિઓના કાર્યમાં જે ભેદો પડે છે. તે સ્વતંત્ર પોતપોતાના ઉપાદાનના કારણે છે. પરમાણુની સ્થિતિ ઓછી-અધિક થવાની તે કાળે પોતાની યોગ્યતા છે તેથી એમ થાય છે.
ધવલના છઠ્ઠા ભાગમાં ૧૬૪મા પાને પણ કહ્યું છે કે-‘પ્રકૃતિ-વિશેષ હોનેસે ઇન સૂત્રોક્ત પ્રકૃતિયોંકા યહ સ્થિતિબંધ હોતા હૈ. સભી કાર્ય એકાંતસે બાહ્ય અર્થકી અપેક્ષા કરકે હી નહીં ઉત્પન્ન હોતે હૈં. અન્યથા શાલિધાનકે બીજસે જૌકે અંકુરકી ભી ઉત્પત્તિકા પ્રસંગ પ્રાપ્ત હોગા. કિન્તુ ઉસ પ્રકારકે દ્રવ્ય તીનોં હી કાલમેં કિસી ભી ક્ષેત્રમેં નહીં હૈ જિનકે બલસે શાલિધાન્યકે બીજસે જૌકે અંકુરકો ઉત્પન્ન કરનેકી શક્તિ હો સકે. યદિ ઐસા હોને લગેગા તો અનવસ્થા-દોષ પ્રાપ્ત હોગા. ઇસલિયે કહીં પર ભી અંતરંગ કારણસે હી કાર્યકી ઉત્પત્તિ હોતી હૈ ઐસા નિશ્ચય કરના ચાહિયે.’
જુઓ, અતિ સ્પષ્ટ કહ્યું છે કે બધાંય કાર્યો બહારની એકાંત અપેક્ષા કરીને ઉત્પન્ન થતાં નથી. જો કાર્ય બાહ્ય કારણથી જ ઉત્પન્ન થાય તો ચોખાના ધાનથી જવની ઉત્પત્તિ થશે. પરને લઈને જો કાર્ય થાય તો જડમાંથી ચેતન અને ચેતનમાંથી જડ ઉત્પન્ન થશે. તેથી કાર્ય સંબંધી કોઈ નિયમ નહિ રહે; કોઈ નિમિત્તનો મેળ નહિ રહે. માટે કોઈપણ કાર્ય અંતરંગ કારણથી જ ઉત્પન્ન થાય છે એમ નક્કી કરવું. નિમિત્ત કારણ એક હોવા છતાં ઉપાદાનની યોગ્યતાથી જ પ્રકૃતિઓની સ્થિતિ ભિન્ન ભિન્ન બંધાય છે. ભિન્ન ભિન્ન સ્થિતિ બંધાય છે તે પ્રકૃતિઓના પરમાણુના ઉપાદાનની સ્વતંત્રતા છે.
સ્વામી સમંતભદ્રાચાર્યે બે કારણ સિદ્ધ કરવા માટે બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું છે. ‘સ્વયંભૂસ્તોત્ર’ તો ભક્તિનો અધિકાર છે ને? તેથી ઉપાદાનના કાર્યકાળે નિમિત્ત હોય છે એની વાત કરી છે. ભલે તે નિમિત્ત હો, પરંતુ ઉપાદાનનો કાર્યકાળ ન હોય અને નિમિત્તથી કાર્ય થાય એમ નથી. તે તે સમયનો ઉપાદાનનો કાર્યકાળ છે ત્યારે નિમિત્ત બીજી ચીજ હાજર હોય છે. પરંતુ તેથી કરીને નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થયું છે એમ નથી. નિમિત્ત અને ઉપાદાન બન્ને સાથે જ છે. તો પછી નિમિત્તથી કાર્ય થયું એ કયાં રહ્યું? માટે એમ નિર્ણય કરવો કે અભ્યંતર કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે.
અરે! ભગવાન થઈને તું શું કરે છે? પ્રભુ! તું પરમાનંદનો નાથ ભગવાન છો