સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૧૯ ઘટયો જ નથી. શુભાશુભભાવરહિત શુદ્ધ ચૈતન્યવસ્તુને જાણ્યા વિના શુભભાવ વખતે અશુભ ઘટે એમ ત્રણકાળમાં બનતું નથી કેમકે તેને મિથ્યાત્વ તો આખું પડયું છે. ભાઈ ત્રિકાળી પૂર્ણ આનંદના નાથને જેણે અનુભવમાં લીધો છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે ક્રમે ક્રમે રાગ ઘટીને નાશ થઈ જાય છે. અહાહા! જેમાં રાગ નથી, ભવ નથી, ભવના ભાવ નથી, અપૂર્ણતા નથી એવા પૂર્ણસ્વભાવમય શુદ્ધ ચૈતન્ય ભગવાનના નિધાનને જેણે જોયું છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે શુદ્ધ ચૈતન્યવસ્તુના આશ્રયે શુભભાવને પણ ઘટાડીને ક્રમે કરી સ્વાશ્રયની પૂર્ણતા કરી મુક્તિ પામશે.
દ્રષ્ટિમાં પૂર્ણ શુદ્ધ પરમાત્મસ્વરૂપ આવે નહિ તેને રાગ કેમ ઘટે? મિથ્યાત્વની હયાતીમાં અશુભ કેમ ઘટે? ભાઈ! મિથ્યાત્વ મંદ થાય એ કાંઈ અપૂર્વ વસ્તુ નથી. અભવીને પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો રસ મંદ થાય છે. મંદ કે તીવ્ર એ કોઈ ચીજ નથી, પણ અભાવ તે ચીજ છે. શ્રી સમયસારની ટીકામાં શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે અભવી જ્યારે શુભભાવ ઘણો ઉગ્ર કરે છે ત્યારે તેને મિથ્યાત્વ તેમ જ અનંતાનુંબંધીના અનુભાગનો રસ મંદ થાય છે. પરંતુ મંદ પડે તેથી શું? અભાવ થવો જોઈએ.
અહીં કહે છે કે સંયમનાં સ્થાનો ‘વિકલ્પલક્ષણાનિ’ એટલે ભેદસ્વરૂપ હોવાથી ભગવાન આત્માને નથી. આ અજીવ તત્ત્વનો અધિકાર ચાલે છે. માટે તેઓ અજીવના હોવાથી જીવને નથી એમ પ્રતિષેધથી વાત કરી છે. પહેલાં જીવ આવો છે આવો છે એમ અસ્તિથી વાત કરી હતી. હવે અહીં જીવમાં આ નથી, આ નથી એમ નિષેધથી વાત કરી છે.
હવે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શન એવા દર્શનનાં જે ભેદસ્થાનો છે તે વસ્તુમાં- ત્રિકાળી શુદ્ધ જીવદ્રવ્યમાં નથી એમ કહે છે. શુદ્ધ વસ્તુ તો પરમ પવિત્ર છે. પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે તે પોતાના ઊંધા પુરુષાર્થથી થાય છે, કર્મને લઈને નહિ. પોતે રાગમાં રોકાયો છે તે કર્મને કારણે નહિ પણ પોતાની જ ભૂલના કારણે રોકાયો છે. શ્રી પંચાસ્તિકાયમાં આવે છે કે વિષયની પ્રતિબદ્ધતા છે તેથી જીવ રોકાયો છે, કર્મને લઈને નહીં. ભાઈ! પૂર્ણાનંદનો નાથ ભગવાન અંદર બિરાજે છે. તેનો આશ્રય લીધો નથી અને પરનો આશ્રય લીધો છે તે તારો પોતાનો જ અપરાધ છે. શું તે અપરાધ પર પદાર્થે કરાવ્યો છે? (ના).
પ્રશ્નઃ– કોઈ કહે છે કે પ૦% ઉપાદાન અને પ૦% નિમિત્તના રાખો ને?
ઉત્તરઃ– ભાઈ! સો એ સો ટકા આત્માનો અપરાધ છે. અંશમાત્ર પણ પરનો અપરાધ નથી. આત્માની ભૂલ ૧૦૦% પોતાથી છે અને નિમિત્તના ૧૦૦% નિમિત્તમાં છે. અરે! હજી વસ્તુ સત્ય કેમ છે એની ખબર ન હોય તેને ધર્મ કયાંથી થાય? ભાઈ! આ સંસારમાંથી નીકળી જવા જેવું છે. આ સંસારનો ભાવ અને ભેદનો ભાવ એ શુદ્ધ