૧૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ સ્વરૂપ નથી. રાગાદિ તો જીવનું સ્વરૂપ નથી પણ ભેદસ્વરૂપ પણ નિશ્ચયથી જીવ નથી. નિયમસાર ગાથા પ૦માં આવે છે કે પર્યાય છે તે પરદ્રવ્ય છે અને તેથી નિશ્ચયે તે જીવનું સ્વરૂપ નથી. ભાઈ! અભેદ દ્રષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. અને તેમાં (અભેદની દ્રષ્ટિ થવામાં) નિમિત્ત કે વ્યવહાર કાંઈ મદદગાર નથી. અહાહા! ગજબ વાત છે! જેનું લક્ષણ વિકલ્પ-ભેદ છે એવા મતિ, શ્રુત, આદિ જ્ઞાનના ભેદો શુદ્ધ જીવને નથી. આવો વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે. સાવધાનીથી (ઉપયોગને સૂક્ષ્મ કરીને) સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આત્મા અભેદ એકરૂપ ત્રિકાળી દ્રવ્ય છે. તેમાં ભેદ કેવો? તેમાં રાગ કેવો? અને તેમાં એક સમયની પર્યાય કેવી? ગંભીર વાત છે, ભાઈ! કાળ થોડો છે અને કરવાનું ઘણું છે. ત્યાં વળી જીવને બહારનો મોહ બહુ છે. બહારનો ત્યાગ જોઈને તે ખૂબ રાજી-રાજી થઈ જાય છે. પણ તે બહારનો ત્યાગ આત્મામાં છે કયાં? અહીં તો કહે છે કે જ્ઞાનના ભેદ આત્મામાં નથી તો એ સઘળા બાહ્ય ક્રિયાકાંડ વસ્તુમાં કયાંથી હોય? ભારે આકરી વાત, ભાઈ! પ્રથમ મિથ્યાત્વના ત્યાગ વિના બીજો ત્યાગ હોઈ શકે જ નહિ. એ મિથ્યાત્વના ત્યાગ માટે શું છોડવું? તો કહે છે કે નિમિત્તને, રાગને અને ભેદને દ્રષ્ટિમાંથી છોડવાં, અને અભેદ એકરૂપ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ કરવી. સર્વજ્ઞ પરમેશ્વરે આ જ માર્ગ કહ્યો છે.
હવે સંયમ એટલે ચારિત્રની વાત કરે છે. સંયમના પણ ભેદો જીવને નથી કેમકે તે પુદ્ગલ પરિણામ છે. આત્મા શુદ્ધ જ્ઞાયકભાવ ત્રિકાળ એકરૂપ છે. તેમાં સંયમના ભેદ કેવા? ભેદના લક્ષે તો રાગ જ થાય છે. માટે અભેદમાં ચારિત્રના ભેદો પાડવા એ પુદ્ગલના પરિણામ છે. ચારિત્ર પર્યાય છે અને ચારિત્ર ત્રિકાળી ગુણ પણ છે. એ ત્રિકાળી ચારિત્ર ગુણના ભેદ પર્યાયમાં ભાસવા તે વિકલ્પનું કારણ છે. તેથી ભેદને પુદ્ગલના પરિણામ કહ્યા છે. સંયમસ્થાનો ‘વિકલ્પલક્ષણાનિ’ એટલે ભેદસ્વરૂપ છે. માટે ત્રિકાળી શુદ્ધ જીવદ્રવ્યમાં આ સંયમનાં ભેદસ્થાનો નથી. માર્ગ બહુ અલૌકિક છે, ભાઈ. પરંતુ લોકોએ તેને બહારના માપથી કલ્પી લીધો છે કે આ ત્યાગ કર્યો અને આ રાગ ઘટાડયો. પણ ધ્રુવ ચૈતન્યવસ્તુ દ્રષ્ટિમાં આવ્યા વિના રાગ કેમ ઘટે? અહાહા! રાગનો તથા ભેદનો જેમાં અભાવ છે તેવા દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લીધા વિના રાગ ઘટે કેવી રીતે (અર્થાત્ ખરેખર રાગ ત્યાંસુધી ઘટતો નથી.)
મોક્ષમાર્ગ પ્રકાશકમાં શિષ્યે પ્રશ્ન કર્યો છે કે-પ્રભુ! શુભભાવવાળાને અશુભ રાગ તો ઘટે છે. માટે એટલું ચારિત્ર તો કહો? ત્યાં કહ્યું છે કે સમ્યગ્દર્શન જેને હોય, જેને અભેદની દ્રષ્ટિ થઈ હોય તેને જ શુભભાવમાં અશુભ રાગ ઘટે છે. પણ જેને વસ્તુની દ્રષ્ટિ થઈ નથી, જે ચૈતન્યનિધાન છે તે નજરમાં આવ્યું નથી, તે જીવને શુભભાવ વખતે અશુભભાવ