Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 682 of 4199

 

૧૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩

સંસાર દશામાં પણ આ રાગાદિ ભાવો આત્માના નથી એમ અહીં કહે છે. સંસાર અવસ્થામાં જીવને રંગ-રાગ અને ભેદના ભાવો સાથે તાદાત્મ્ય સંબંધ નથી. છતાં જો તારો એવો અભિપ્રાય હોય કે જ્ઞાનાનંદસ્વભાવી જીવને સંસારદશામાં રંગ-રાગ અને ભેદના ભાવોથી તાદાત્મ્ય છે તો આત્મા જરૂર રૂપીપણાને પ્રાપ્ત થાય. પરંતુ રૂપીપણું-રૂપીત્વ એ તો જડનું- પુદ્ગલનું લક્ષણ છે. ‘કોઈ દ્રવ્યનું’ એટલે કે પુદ્ગલનું અને ‘બાકીના દ્રવ્યોથી અસાધારણ’ એટલે કે જીવાદિ દ્રવ્યોથી ભિન્ન. રૂપીપણું એ તો જીવાદિથી ભિન્ન એવા પુદ્ગલનું લક્ષણ છે. માટે જીવને જો સંસાર-અવસ્થામાં રંગ-રાગ-ભેદથી તાદાત્મ્ય હોય તો, રૂપીપણાના લક્ષણથી લક્ષિત જે કાંઈ છે તે બધુંય જીવપણે થઈ જશે. અર્થાત્ પુદ્ગલ, જીવમય થઈ જશે; ભિન્ન કોઈ જીવ રહેશે નહિ.

અહા! લોકો બસ દયા, દાન, વ્રત, ભક્તિ, આદિ વ્યવહારક્રિયા કરો એટલે પોતાનું કલ્યાણ થઈ જશે એમ માને છે. પરંતુ અહીં કહે છે કે-પ્રભુ! આ રંગ, રાગ અને ભેદના સર્વ ભાવોને પુદ્ગલની સાથે સંબંધ છે. આત્મા જો રંગરૂપ થઈ જાય, રાગરૂપ થઈ જાય કે ભેદરૂપ થઈ જાય તો તે રૂપી થઈ જાય. અહાહા! અજ્ઞાન અવસ્થામાં પણ રંગ-રાગ-ભેદ મારા છે, અને હું તેનો ર્ક્તા છું એમ જે માને છે તે પુદ્ગલને જીવપણે માને છે. ભાઈ! વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિથી જોતાં રંગ-રાગ-ભેદ ત્રિકાળી વસ્તુમાં નથી, પર્યાયની અપેક્ષાએ તેમને જીવના કહ્યા છે તોપણ ત્રિકાળી ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિથી જોતાં તેમને જીવ સાથે તાદાત્મ્ય નથી તેથી તેઓ જીવના નથી પણ રૂપી પુદ્ગલના છે. આ સ્યાદ્વાદ છે. આકરો માર્ગ, બાપુ! પણ માર્ગ આ જ છે, ભાઈ.

ચૈતન્યપ્રકાશનું પૂર પ્રભુ આત્મા તે સદાય અરૂપી છે. અને રંગ-રાગ-ભેદ છે તે રૂપી છે. હવે કહે છે કે રૂપીપણું તો પુદ્ગલનું લક્ષણ છે. તેથી સંસાર અવસ્થામાં પણ જો કોઈ જીવને રંગ-રાગ-ભેદ છે એમ માને તો જીવ રૂપી-પુદ્ગલ થઈ જાય. તેથી પુદ્ગલ જ જીવપણાને પામે, ભિન્ન જીવ રહે નહિ. આ તત્ત્વદ્રષ્ટિ છે. કહે છે કે-પ્રભુ! તું શુદ્ધ જીવતત્ત્વ - ચૈતન્યતત્ત્વ છો. માટે રંગ-રાગ-ભેદરૂપ અજીવતત્ત્વના સંબંધની માન્યતા છોડ. કારણ કે તે સંબંધ તારો છે જ નહિ. હવે આ વાત વાદવિવાદે કેમ પાર પડે?

પર્યાયમાં રાગાદિ છે માટે પર્યાય અપેક્ષાએ તે સત્ય છે. પણ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિમાં એ રંગ-રાગ-ભેદ ત્રણેય ત્રિકાળી જ્ઞાયકભાવરૂપ આત્મામાં છે જ નહિ. રંગ-રાગ-ભેદના ભાવો તો રૂપી પુદ્ગલ સાથે સંબંધવાળા છે અને તેનો જો આત્મા સાથે સંબંધ થઈ જાય તો આત્મા રૂપી થઈ જાય. તેથી જીવનો જ અભાવ થઈ જાય. અહીં આત્માને રંગ કહેતાં વર્ણથી, રાગ એટલે શુભાશુભ ભાવોથી અને ભેદ એટલે ગુણસ્થાન, લબ્ધિસ્થાન આદિ ભેદોથી જુદો-ભિન્ન પાડયો છે. અહાહા! રંગ-રાગ અને ભેદથી નિરાળો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છે. અરે! આવું સાંભળવાય મળે નહિ તે એની રુચિ અને પ્રયત્ન કયારે