૧૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ભેદ છે એ એની પર્યાયમાં છે તથાપિ તે આત્મભૂત નથી, આત્મા નથી. જે ભાવો-રંગ-રાગ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવો-નીકળી જાય છે તે આત્મા કેમ હોય? પુદ્ગલના સંગે થતા એ બધાય ભાવો પુદ્ગલના જ છે. ઝીણી વાત, ભાઈ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે.
લોકો તો ભગવાનની ભક્તિ-પૂજા કરે, બહારથી વ્રતાદિ પાળે અને જીવોની દયા પાળે એને ધર્મી માને છે. પણ બાપુ! ધર્મ જુદી ચીજ છે. ધર્મ તો વીતરાગભાવ છે. રાગાદિ એ કોઈ વીતરાગનો માર્ગ નથી. ભાઈ! પરની દયા તો કોઈ પાળી શક્તું જ નથી. છતાં હું પરની દયા પાળું છું એવી માન્યતા એ મિથ્યાત્વ છે. તથા જે દયાનો શુભભાવ આવ્યો તે જીવનો સ્વભાવ નથી પણ તે પુદ્ગલથી રચાયેલો ભાવ છે એમ અહીં કહે છે. એ દયાનો જે ભાવ છે તે રાગ છે અને રાગ છે તે નિશ્ચયથી હિંસા છે. શુભભાવ એ સાચી દયા નથી, ભાઈ!
પ્રશ્નઃ– તો સાચી દયા શું છે?
ઉત્તરઃ– ભાઈ! શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળી ધ્રુવસ્વરૂપ ભગવાન આત્માના લક્ષે જે શાન્તિ અને વીતરાગતાના નિર્મળ પરિણામ ઉત્પન્ન થાય અને ત્યારે રાગની ઉત્પત્તિ જ ન થાય તેને પરમાત્મા સાચી દયા અને અહિંસા કહે છે. પુરુષાર્થ સિદ્ધ્યુપાય (શ્લોક ૪૪)માં આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ એમ કહ્યું છે કે-જે રાગ ઉત્પન્ન થાય છે તે, ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો હો કે વ્રતાદિના પાલનનો હો, હિંસા છે. તથા અહીં તેને પુદ્ગલનું કાર્ય કહ્યું છે. અહાહા! એ રાગાદિ ભાવો આનંદઘનસ્વરૂપ ચૈતન્યના નાથ ભગવાન આત્માનું કાર્ય નથી, પણ એ પુદ્ગલની જ રચના છે એમ હે જીવો! તમે જાણો.
આનંદઘનસ્વરૂપ ભગવાન આત્મા છે તો એનું કાર્ય આનંદ આવે તે છે. વીતરાગ- સ્વરૂપ પ્રભુ આત્મા છે તો તેનું કાર્ય વીતરાગતા આવે એ છે. પરંતુ દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ-રાગ ઊઠે એ આત્માનું કાર્ય નથી. એ તો પુદ્ગલનું કાર્ય છે. જેવું કારણ હોય એવું જ કાર્ય થાય એમ અહીં સિદ્ધ કરવું છે. હવે પછી ર્ક્તા-કર્મ અધિકાર લેવો છે તેથી તેના ઉપોદ્ઘાતરૂપે અહીંથી શરૂ કરે છે કે કારણ અને કાર્ય બન્ને અભિન્ન હોય છે. અહાહા! શું શૈલી છે! પુદ્ગલ કરણ છે અને ભેદ-રાગાદિ તેનું (પુદ્ગલનું) કાર્ય છે. તેવી રીતે ભગવાન આત્મા કરણ છે અને જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ, આનંદના પરિણામ એ એનું કાર્ય છે. રાગ એ આત્માનું કર્મ નથી, એ પુદ્ગલનું કર્મ છે. અહા! આખી જિંદગી ધર્મ માનીને વ્રતાદિ પાળવામાં ગાળી હોય એને માટે પૂર્વ-પશ્ચિમનો ફેર લાગે એવી આ આશ્ચર્યકારી વાત છે. પરંતુ પ્રભુ! ભગવાન જિનેશ્વરદેવે ધર્મસભામાં જે કહેલી વાત છે તે જ આ વાત છે.
અહાહા! જેમ સોનાના મ્યાનને સોનાનું મ્યાન કહેવાય છે પણ તલવાર નહીં, તેમ