સમયસાર ગાથા-૬પ-૬૬ ] [ ૧૮૧ માનનાર ભ્રમણાને પંથે છે અને તેથી સંસાર-પરિભ્રમણના પંથે છે. દ્રષ્ટિનો વિષય જે આત્મવસ્તુ છે એ તો અખંડ અભેદ એકરૂપ વિજ્ઞાનઘનસ્વરૂપ ધ્રુવ ચૈતન્યમય વસ્તુ છે. તેને ભેદવાળો કે રાગવાળો કે સંયોગવાળો માનવો એ મિથ્યાદર્શન છે. સોનાથી બનેલા મ્યાનને લોકો જેમ સોનું જ દેખે છે તેને પુદ્ગલના કારણે બનેલા પુણ્ય-પાપ, ભેદ, આદિ ભાવોને જ્ઞાની જડ પુદ્ગલમય જ દેખે છે. ધર્મી એને કહીએ જે રંગ-રાગ અને ભેદના ભાવોને પોતાની ચીજ માને નહિ. જેણે ભેદથી અને દયા, દાન આદિ શુભરાગથી ભિન્ન એવા નિજ પૂર્ણાનંદના નાથને દ્રષ્ટિમાં લીધો છે તેણે આત્માને સમ્યક્ પ્રકારે જેવો છે તેવો જાણ્યો છે અને પ્રતીતિમાં લીધો છે.
ભાવાર્થ એમ છે કે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, પુણ્ય, પાપ, ઇત્યાદિ સર્વ વર્ણાદિથી માંડી ગુણસ્થાન પર્યંતના ભાવો પુદ્ગલથી બનેલા છે માટે તેઓ પુદ્ગલ જ છે, જીવ નથી.
વળી બીજો કળશ કહે છેઃ-
ભગવાન સર્વજ્ઞદેવ કહે છે કે-અહો જ્ઞાની જનો! ‘इदं वर्णादिसामग्रयम्’ આ વર્ણાદિક ગુણસ્થાનપર્યંત ભાવો છે તે બધાય ‘एकस्य पुद्गलस्य हि निर्माणम्’ એક પુદ્ગલની જ રચના ‘विदन्तु’ જાણો. આકરી વાત છે, ભાઈ! જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવને પોતાના કલ્યાણનું કારણ માને છે તે અજીવને જીવનું કારણ માને છે. કારણ કે એ શુભભાવ સધળાય પુદ્ગલમય છે. અજ્ઞાનીએ અજીવને જીવનું કાર્ય માન્યું છે તેથી તેણે જીવનું સ્વરૂપ અજીવમય જ માન્યું છે, કેમકે કારણ અને કાર્ય અભિન્ન હોય છે.
આગળની ગાથામાં આવી ગયું કે માર્ગમાં ચાલતો સંઘ થોડીવાર માર્ગમાં ઊભો હોય અને લૂંટાય તો, લૂંટાય છે તો સંઘના યાત્રીઓ છતાં ‘માર્ગ લૂંટાય છે’ એમ કહેવાય છે. તેવી રીતે ભગવાન આત્મા અનાદિ-અનંત ધ્રુવ ચૈતન્યમૂર્તિ એકરૂપ અભેદ છે. તેમાં એક સમય પૂરતો દયા, દાન, વ્રતાદિના રાગનો તથા ગુણસ્થાન આદિ ભેદનો આધાર દેખીને (એક સયમનો જ આધાર હોં) તેને વ્યવહારથી જીવના કહ્યા છે. પરંતુ એ બધા જીવસ્વરૂપ- ચૈતન્યસ્વરૂપ છે એમ માનવું તે મિથ્યાત્વ છે.
પ્રશ્નઃ– રાગાદિને સ્વભાવ કહ્યો છે ને?
ઉત્તરઃ– પર્યાયમાં એ રાગાદિ ભેદ છે અને રાગાદિ થવા એ પર્યાયસ્વભાવ છે માટે એને સ્વભાવ કહ્યો છે. પણ તે ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ નથી. અરે! એ વિભાવસ્વભાવ પરના કારણે ઊભી થયેલી દશા છે. એ જીવને મહા કલંક છે.
અહીં તો જીવ કોને કહીએ એની વાત ચાલે છે. અહાહા! વિજ્ઞાનઘન-ચૈતન્યઘન- પૂર્ણઘનસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તેને અમે જીવ કહીએ છીએ. આ જે રાગાદિના