૧૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
અહીં આત્માની વ્યાખ્યા ચાલે છે કે આત્મા કોને કહેવો? જે શુદ્ધ જ્ઞાનઘન અભેદ ચૈતન્યમય વસ્તુ છે તે આત્મા છે. એવા આત્મા ઉપર દ્રષ્ટિ આપતાં એનું વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં આવે છે, અને જન્મ-મરણ મટે છે. અહીં કહે છે કે પર્યાપ્ત, અપર્યાપ્ત, એકેન્દ્રિય, દ્વિ-ઇન્દ્રિય આદિ જે ભેદો પડે છે તે બધાં પુદ્ગલનાં-જડ નામકર્મની પ્રકૃતિનાં કાર્ય છે. તે કાર્યને જે પોતાનું માને છે તે અજીવને જીવ માને છે, એ રખડવાના-પરિભ્રમણના પંથે છે. જેમ પર્યાપ્ત-અપર્યાપ્ત આદિ ચૌદ જીવસ્થાન લીધાં તેમ ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંહનન પણ પુદ્ગલમય નામકર્મની પ્રકૃતિઓનું કાર્ય છે. પુદ્ગલથી અભિન્ન છે તેથી જેમ જીવસ્થાનોને પુદ્ગલના કહ્યા છે તેમ ઉપરના બધા ભાવો પુદ્ગલમય છે એમ સમજવું. માટે વર્ણાદિક જીવ નથી એવો નિશ્ચયનયનો સિદ્ધાંત છે. અર્થાત્ પર્યાપ્ત, અપર્યાપ્ત આદિ જે જીવની વિકારી અશુદ્ધ દશા છે તે બધું પુદ્ગલનું કાર્ય છે પણ આત્માનું નહિ. આત્મા તો અનાદિ-અનંત અખંડ એકરૂપ શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ વસ્તુ છે. તેમાં અંતર્દ્રષ્ટિ કરી એકાગ્ર થતાં આત્મજ્ઞાન થાય છે અને જન્મ-મરણ મટે છે. આત્મા જન્મ-મરણ અને જન્મ-મરણના ભાવ રહિત ત્રિકાળી શુદ્ધ જ્ઞાનઘન વસ્તુ છે. એમાં દ્રષ્ટિ કરતાં પરિપૂર્ણ આત્મા જણાય છે અને ત્યારે ધર્મની શરુઆત થાય છે.
હવે, આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘तद एव स्यात्’ તે વસ્તુ જ છે, ‘कथञ्चन’ કોઈ રીતે ‘अन्यत् न’ અન્ય વસ્તુ નથી; ‘इह’ જગતમાં જેમ ‘रुक्मेण निर्वृत्तम् असिकोशं’ સોનાથી બનેલા મ્યાનને ‘रुक्मं पश्यन्ति’ લોકો સોનું જ દેખે છે, ‘कथञ्चन’ કોઈ રીતે ‘न असिम्’ તરવાર દેખતા નથી.
અહાહા! જેમ સોનાથી બનેલું મ્યાન સોનું જ છે પણ તલવાર નથી તેમ પુદ્ગલથી બનેલા આ રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ પુદ્ગલ જ છે, આત્મા નથી. બોલવામાં એમ આવે કે સોનાની તલવાર છે. પરંતુ તલવાર તો લોઢાની છે, સોનાની નથી. સોનાનું તો મ્યાન છે. તેમ ભગવાન આત્માને શરીરવાળો, પુણ્યવાળો, દયા-દાનવાળો કહેવો એ સોનાની મ્યાનમાં રહેલી તલવારને ‘સોનાની તલવાર’ કહેવા જેવું છે. જેમ સોનાનું તો મ્યાન છે, તલવાર નહિ; તેમ પુણ્ય-પાપના ભાવ તો પુદ્ગલના છે, આત્માના નહિ. છતાં તેને આત્માના માનવા તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અને તે જ ૮૪ લાખના અવતારમાં ભટકવાનો રસ્તો છે. ભાઈ! દયા, દાન, વ્રત, ભક્તિ, આદિ શુભભાવને જે પોતાના માને છે તે અજીવને જીવ માને છે કેમકે એ ભાવ પુદ્ગલમય છે, આત્મરૂપ નથી.
રંગ-રાગ તથા ગુણસ્થાન, લબ્ધિસ્થાન આદિ ભેદના ભાવો છે તે પુદ્ગલના સંગે થયેલા છે. માટે તે બધાય પુદ્ગલના છે, ચૈતન્યમય જીવના નથી. તેઓ જીવના છે એમ