સમયસાર ગાથા-૬પ-૬૬ ] [ ૧૮૯ ‘यतः’ કારણ કે ‘सः विज्ञानघनः’ આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે. અહાહા! પ્રભુ! તું તો ચૈતન્યના તેજના નૂરનું પૂર છો ને! તું રાગનું કારણ કેમ હોઈ શકે? અષ્ટસહસ્રીમાં પણ આવે છે કે શુભાશુભ ભાવ અને ભેદ આત્મા ન હો, પણ પુદ્ગલ જ હો. આ અનેકાન્ત છે. આત્મા તો વિજ્ઞાનઘન પ્રભુ જ્ઞાનનો પુંજ છે. એ વિજ્ઞાનઘન વસ્તુમાં રાગ અને ભેદ કયાંથી આવે?
‘ततः’ તેથી ‘अन्यः’ આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્મા વર્ણાદિ ભાવોથી અન્ય એટલે અનેરો-જુદો જ છે. આવું વસ્તુસ્વરૂપ છે.
[પ્રવચન નં. ૧૦૮-૧૦૯ * દિનાંક ૨૭-૬-૭૬ અને ૨૮-૬-૭૬]