Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 726 of 4199

 

૨૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ છે કે જૂનાં કર્મ વ્યાપક થઈને તે તેર ગુણસ્થાનને-વ્યાપ્યને કરે છે. જૂનાં કર્મ વ્યાપક છે અને તેર ગુણસ્થાન તેનું વ્યાપ્ય છે. તથા તેર ગુણસ્થાન વ્યાપક થઈને નવાં કર્મને-વ્યાપ્યને કરે છે. તેર ગુણસ્થાન વ્યાપક છે અને નવાં કર્મ જે બંધાય તે એનું વ્યાપ્ય છે.

પ્રશ્નઃ– સ્વદ્રવ્ય વ્યાપક અને તેની પર્યાય તે વ્યાપ્ય એમ વ્યાપ્ય-વ્યાપકપણું સ્વદ્રવ્યમાં જ હોય છે ને?

ઉત્તરઃ– ભાઈ! ત્યાં (૧૦૯ થી ૧૧૨ ગાથામાં) તો ર્ક્તા-કર્મપણું બતાવવું છે. તેથી જે ગુણસ્થાન છે એ જ ર્ક્તા છે અને નવા કર્મનું બંધન થયું તે એનું કર્મ છે; ગુણસ્થાન છે તે વ્યાપક છે અને જે કર્મ બંધાય છે તે એનું વ્યાપ્ય-અવસ્થા છે એમ કહ્યું છે. તેર ગુણસ્થાન પુદ્ગલ છે તે કોના ર્ક્તા છે? નવાં કર્મ બંધાય છે તેના. તેર ગુણસ્થાન પુદ્ગલ છે તે વ્યાપક થઈને નવાં કર્મની અવસ્થા-વ્યાપ્ય કરે છે. અહાહા! તેર ગુણસ્થાનને જડની સાથે વ્યાપ્ય- વ્યાપક સંબંધ બતાવ્યો છે! વ્યાપ્ય-વ્યાપકપણું તો સ્વદ્રવ્યમાં જ હોય છે, પરની સાથે વ્યાપ્ય- વ્યાપક સંબંધ હોય જ નહિ. પણ ત્યાં વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ કરાવવા એ પ્રમાણે કહ્યું છે. સ્વભાવની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી ત્યાં કહ્યું કે વિકારભાવ-શુભભાવ તે ર્ક્તા-વ્યાપક અને જે નવું કર્મ બંધાય તે એનું કર્મ-વ્યાપ્ય છે. અહાહા! આવા કેટલા ભંગ પડે છે! જો સાચી સમજણ ન કરે તો ઊંધું પડે એમ છે.

કહે છે કે પુદ્ગલના વિપાકપૂર્વક થાય છે તેથી ગુણસ્થાન આદિ પુદ્ગલ જ છે. અને તે પુદ્ગલભાવ (ગુણસ્થાન આદિ) વ્યાપક થઈને નવાં કર્મને બાંધે છે જે એનું વ્યાપ્ય છે. અહાહા! સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમય છે, તેથી તે ર્ક્તા અને વિકાર એનું કાર્ય એમ કેમ બને? (ન જ બને). માટે વિકારી કાર્યને કર્મનું કાર્ય ગણ્યું છે અને તેને નવાં કર્મની પર્યાયનું કારણ ગણ્યું છે. શું કહ્યું? સમજાણું કાંઈ? જૂનાં કર્મ કારણ-વ્યાપક છે અને વિકાર, ગુણસ્થાન આદિ ભેદ જે થાય છે તે તેનું કાર્ય-વ્યાપ્ય છે. તથા તે વિકાર, ગુણસ્થાન આદિ ભેદ કારણ છે અને નવા કર્મની અવસ્થા થાય છે તે એનું કાર્ય-વ્યાપ્ય છે. આમ વ્યાપ્ય-વ્યાપકપણું ગુણસ્થાન આદિ ભેદો અને કર્મ વચ્ચે સ્થાપ્યું છે કારણ કે ર્ક્તા-કર્મ સંબંધ બતાવવો છે.

અહા! ગુણસ્થાન પુદ્ગલ જ છે, ભાષા તો જુઓ! પ્રવચનસારની ૧૮૯ ગાથામાં શુદ્ધનયથી રાગ જીવનો છે એમ કહ્યું છે. શુદ્ધનયથી એટલે કે સ્વદ્રવ્યની પર્યાય-રાગ પોતાથી પોતાના આશ્રયે (કારણે) થાય છે, કર્મથી નહિ. તેથી સ્વાશ્રિત રાગની પર્યાયને નિશ્ચયથી જીવની છે એમ કહ્યું છે. આત્મા વ્યાપક થઈને તે શુભભાવના રાગનો ર્ક્તા થાય છે માટે શુભરાગ તે આત્માનું વ્યાપ્ય છે એમ ત્યાં (પ્રવચનસારમાં) કહ્યું છે કેમકે ત્યાં પર્યાય સ્વતઃ સિદ્ધ કરવી છે. જ્યારે અહીં દ્રવ્યસ્વભાવ સિદ્ધ કરવો છે. તેથી કહ્યું ને કે