Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 725 of 4199

 

સમયસાર ગાથા-૬૮ ] [ ૨૦૭ પુદ્ગલ છે. આ જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે શુભભાવ-વિશુદ્ધભાવ છે તે સર્વ પુદ્ગલ-કર્મના વિપાકપૂર્વક થયેલા છે અને તેથી અચેતન પુદ્ગલ છે એમ કહે છે.

પ્રશ્નઃ– રાગને આત્માની પર્યાય કહી છે ને? રાગનું પરિણમન પર્યાયમાં છે અને તેમાં આત્મા તન્મય છે એમ કહ્યું છે ને?

ઉત્તરઃ– ભાઈ! એ તો પર્યાય અપેક્ષાએ વાત છે. પર્યાયમાં રાગ છે એ બરાબર છે, પણ અહીં તો વસ્તુનો સ્વભાવ સિદ્ધ કરવો છે. અહીં તો ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે, અને વસ્તુના સ્વભાવમાં તો રાગાદિભાવ છે જ નહિ. આત્મા અનંત શક્તિનો અભેદ પિંડ છે. એમાં કોઈ શક્તિ (ગુણ) એવી નથી કે વિકારને કરે. તેથી વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં તે બધા રાગાદિ ભાવો પુદ્ગલકર્મના વિપાકનું જ કાર્ય જણાય છે. અહાહા! આ વ્યવહારમોક્ષમાર્ગનો જે શુભરાગ છે તે પુદ્ગલના વિપાકપૂર્વક થતો હોવાથી પુદ્ગલ છે અને સદાય અચેતન છે.

હવે કહે છે કે કારણનાં જેવાં જ કાર્યો હોય છે. પુદ્ગલ મોહકર્મ કારણ છે તો કાર્ય- ગુણસ્થાન આદિ પુદ્ગલ જ હોય છે.

પ્રશ્નઃ– શાસ્ત્રોમાં તો એમ આવે છે ને કે ઉપાદાનસદ્રશ (ઉપાદાન જેવાં) કાર્ય હોય છે?

ઉત્તરઃ– એ તો પર્યાય સિદ્ધ કરવી હોય એની વાત છે. એ અહીં હમણાં નથી લેવું. અહીં તો કર્મના વિપાકના કારણપૂર્વક થયાં હોવાથી શુભપરિણામને અને ગુણસ્થાનોને પુદ્ગલનાં કહ્યાં છે, અચેતન કહ્યાં છે.

હવે દાખલો આપે છે કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. આ ન્યાયે પુદ્ગલના પાકથી થયેલા શુભરાગ અને ગુણસ્થાન પુદ્ગલ જ છે, જીવ નથી.

પ્રશ્નઃ– તત્ત્વાર્થસૂત્રમાં તો એમ આવે છે કે રાગ, ગુણસ્થાન આદિ જે ઉદયભાવ છે તે જીવતત્ત્વ છે?

ઉત્તરઃ– ત્યાં તો જીવની પર્યાય સિદ્ધ કરવી છે. તેથી પર્યાય અપેક્ષાએ એ બરાબર છે. પરંતુ અહીં તો સ્વભાવ સિદ્ધ કરવો છે ને? તથા હવે પછી ર્ક્તા-કર્મ અધિકાર શરૂ કરવાનો છે. તેનો આ ઉપોદ્ઘાત છે. છે તો આ જીવ-અજીવ અધિકાર, પણ આ છેલ્લી ગાથા પછી ર્ક્તા-કર્મ અધિકાર લેવો છે, તેથી અહીંથી જ ઉપાડયું છે કે પુદ્ગલ કારણ છે એટલે એનું કાર્ય પુદ્ગલ જ છે. અહીં ચૌદેય ગુણસ્થાન પુદ્ગલ મોહકર્મના કારણપૂર્વક થતા હોવાથી પુદ્ગલ જ છે એમ કહ્યું છે, આગળ ૧૦૯ થી ૧૧૨ ગાથામાં તેર ગુણસ્થાન પુદ્ગલ છે એમ કહેશે. તેઓ ર્ક્તા એવા પુદ્ગલનું કાર્ય-કર્મ છે. નવાં કર્મ જે બંધાય છે તેમાં તેર ગુણસ્થાન જેઓ પુદ્ગલ છે તે કારણ છે. ત્યાં એમ લીધું