સમયસાર ગાથા-૬૮ ] [ ૨૧૭
પહેલાં ન્યાયથી સિદ્ધ કર્યું કે-ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્યસ્વભાવી નિર્મળાનંદ પ્રભુ છે. તે અભેદ છે. તેની પર્યાયમાં જે વિકાર થાય છે તે ચૈતન્યસ્વભાવપૂર્વક નથી કારણ કે ચૈતન્યમાં કયાં વિકાર છે કે તે-પૂર્વક વિકાર થાય? પરંતુ પુણ્ય-પાપ આદિ ભાવોના વિકાર પુદ્ગલકર્મપૂર્વક જ થાય છે. માટે તેઓ ચૈતન્યથી રહિત જડ પુદ્ગલ જ છે. આ યુક્તિ કહી. ભગવાનના આગમમાં પણ તેમને નિશ્ચયથી પુદ્ગલ જ કહ્યા છે. તથા શુદ્ધ અભેદ ચૈતન્યમય આત્માનો અનુભવ કરનાર ભેદજ્ઞાનીઓને પણ તેઓ અનુભૂતિથી ભિન્ન જણાય છે. આમ યુક્તિ, આગમ અને અનુભવ એમ ત્રણ પ્રકારે તેઓ પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. લોકોને એકાંત, લાગે, પણ ભાઈ! આ તો ન્યાયથી, ભગવાનના આગમથી અને ભેદજ્ઞાનીઓના અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. ભાઈ! રાગથી અને ભેદથી ભિન્ન ભગવાન અભેદનો અનુભવ કરતાં, એમાં રાગ કે ભેદ આવતા નથી. તેથી તેઓ અચેતન-પુદ્ગલ છે, જીવ નથી.
લોકો તો પર જીવની દયા પાળવી-તેમને ન મારવા તેને અહિંસા કહે છે અને તે પરમ ધર્મ છે, સર્વ સિદ્ધાંતનો સાર છે એમ માને છે. તેને કહે છે કે ભાઈ! તને વસ્તુની ખબર નથી. તેં સત્ સાંભળ્યું જ નથી, ભગવાન! એકવાર સાંભળ તો ખરો પ્રભુ! કે તારો સ્વભાવ શું છે? તું તો ચૈતન્યસ્વભાવી ધ્રુવ અભેદ વસ્તુ છો ને, નાથ! એમાં વિકાર કયાં છે તે થાય? તું પરની દયા તો પાળી શક્તો નથી, પરંતુ દયાનો જે શુભરાગ તને થાય છે તે ચૈતન્યમય નથી પણ પુદ્ગલકર્મપૂર્વક થતો હોવાથી પુદ્ગલ જ છે એમ અહીં કહે છે. અહાહા! શું ન્યાય છે! ન્યાયથી તો સમજવું પડશે ને? ભાઈ! આ જિંદગી ચાલી જાય છે, હોં. આવો મનુષ્યભવ મળ્યો એમાં દેવાધિદેવ જિનેશ્વરદેવ આત્મા કોને કહે છે એ સમજણમાં ન આવ્યું તો મનુષ્યભવ નિષ્ફળ જશે. પશુને મનુષ્યપણું મળ્યું નથી અને આ જીવને મનુષ્યપણું મળ્યું છે. પણ જો આત્માની સમજણ ન કરી તો મનુષ્યપણું નિષ્ફળ જશે.
અહાહા! જ્ઞાનાનંદનો દરિયો ભગવાન આત્મા ધ્રુવ ચૈતન્યમય વસ્તુ છે. તે અભેદ એકરૂપ નિર્મળ છે. એમાં વિકાર કયાં છે તે વિકાર થાય? એમાં તો જ્ઞાન, આનંદના નિર્મળ પરિણામ થાય. એ ચૈતન્યના પરિણામ છે.
પ્રશ્નઃ– પર્યાયમાં વિકાર થાય છે ને? એ શું છે?
ઉત્તરઃ– ભાઈ! પર્યાયમાં વિકાર થાય છે એ ચૈતન્યના પરિણામ નથી કેમકે તે ચૈતન્યમય નથી, સ્વભાવપૂર્વક નથી. એ વિકાર પુદ્ગલકર્મપૂર્વક થતા હોવાથી અચેતન-પુદ્ગલ છે. જો તે જીવના ભાવ હોય તો તે નીકળે નહિ અને સદાય ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં રહે, પણ તેઓ તો નીકળી જાય છે. સિદ્ધમાં તેઓ સર્વથા નથી. વળી