Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 737 of 4199

 

સમયસાર ગાથા-૬૮ ] [ ૨૧૯ નથી એમ અહીં કહે છે. ભગવાન આત્મા તો ત્રિકાળ નિરપરાધસ્વરૂપ નિરાકુળ આનંદમય નિર્મળાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. એનું કાર્ય અપરાધ-વિકાર કેમ હોય? નિરપરાધ સ્વભાવમાંથી અપરાધ-વિકાર કેમ જન્મે? તો વિકાર થાય તો છે? પર્યાયમાં એ વિકાર થાય છે તો પોતાથી, પોતાની જન્મક્ષણ છે તેથી થાય છે, પરંતુ પુદ્ગલકર્મના-નિમિત્તના લક્ષે થાય છે માટે તેઓ પુદ્ગલના છે એમ કહ્યું છે. વીતરાગનો માર્ગ બહુ ઝીણો, ભાઈ! તેને ધીરજથી, ન્યાયથી સમજવો જોઈએ.

દ્રષ્ટિનો વિષય ત્રિકાળ અભેદ આત્મા છે. અભેદની દ્રષ્ટિમાં અભેદ ચૈતન્યસ્વભાવ જ જણાય છે. પર્યાયમાં રાગાદિ જે છે તે અભેદની દ્રષ્ટિમાં આવતા નથી માટે તેઓ અચેતન જ છે. તથા તે રાગાદિ પુદ્ગલકર્મપૂર્વક જ થાય છે માટે તેઓ પુદ્ગલ જ છે, જીવ નથી. જવમાંથી જવ જ થાય, પણ શું બાજરો થાય? જવ કારણ અને બાજરો કાર્ય એમ શું બને? જવને કારણે શું બાજરો ઉગે? (ન જ ઉગે). જેમ જવ કારણ છે તો તેનું કાર્ય પણ જવ જ છે, તેમ પુદ્ગલકર્મપૂર્વક થયેલું વિકારનું કાર્ય પણ પુદ્ગલ જ છે. માટે રાગાદિ પુદ્ગલ જ છે, જીવ નથી એમ સિદ્ધ થયું-આ પ્રમાણે સ્વભાવથી વિભાવનું ભેદજ્ઞાન કરાવ્યું.

અંતઃતત્ત્વ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપ છે. અત્યારે જ પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે, હોં. એ પરમાત્મસ્વરૂપનું કાર્ય શું રાગ (શુભભાવ) હોય? ના. રાગ છે તો જીવની પર્યાયમાં અને તે પોતાનો જ અપરાધ છે, પણ તે કાંઈ ચૈતન્યસ્વભાવથી નીપજેલું કાર્ય છે? ના. તે કારણે, દ્રવ્ય-ગુણના આશ્રય વિના પર્યાયમાં સ્વયં અદ્ધરથી ઉત્પન્ન થયેલા રાગને પુદ્ગલનું કાર્ય કહ્યું છે. પુદ્ગલકર્મ રાગ કરાવે છે માટે પુદ્ગલનું કાર્ય કહ્યું છે એમ નથી, પણ કર્મ-નિમિત્તના લક્ષે રાગ થાય છે માટે પુદ્ગલનું કાર્ય કહ્યું છે. એ રાગાદિ ભાવ સ્વભાવની ઉપર-ઉપર જ રહે છે અને પુદ્ગલકર્મના નિમિત્તના સંબંધે ઉત્પન્ન થાય છે માટે તેઓ નિશ્ચયથી પુદ્ગલના જ છે એમ નિશ્ચિત થાય છે. અરેરે! આવી વાત સાંભળવાય ફુરસદ લે નહિ તો અનુભવ તો કયારે કરે?

આ પ્રકારે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્ગલ છે. જુઓ, વિકાર નિમિત્તથી થાય છે એમ લખ્યું છે કે નહિ? ભાઈ! તું અપેક્ષા સમજ્યો નથી. નિમિત્ત જે પુદ્ગલકર્મ છે તેના લક્ષે-આશ્રયે વિકાર થાય છે એમ કહ્યું છે. વિકાર થાય છે તો પોતાની પર્યાયમાં પોતાને કારણે, પરંતુ સ્વભાવનું એ કાર્ય નથી અને નિમિત્તના આશ્રયે તે થાય છે માટે નિમિત્તનું કાર્ય છે એમ કહ્યું છે. ભાઈ! કર્મ, શરીર, મન, વાણી ઇત્યાદિ જડ પદાર્થો તો જડ છે જ. અહીં તો વિકારભાવ જે છે તે સ્વભાવના આશ્રયે તો થતો નથી તેથી એ સ્વભાવનું કાર્ય નથી; પરંતુ એ વિકારભાવ પુદ્ગલકર્મના આશ્રયે-લક્ષે જ થાય છે, માટે એ વિકાર