સમયસાર ગાથા-૬૮ ] [ ૨૩૩ જીવ કેમ કરીને જણાય? તો કહે છે કે જીવ ચૈતન્યલક્ષણે કરીને જણાય છે અને તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે.
મોજૂદ છે. અહાહા! તે ચૈતન્યલક્ષણ સ્વમાંથી ખસીને જડમાં કે રાગમાં જાય એવું નથી, અને તે સદા હયાતી ધરાવે છે, ત્રિકાળી જ્ઞાનલક્ષણ તો ધ્રુવ છે. તેને વર્તમાન જ્ઞાનલક્ષણથી- જ્ઞાનપર્યાયથી જાણતાં જણાય એવો છે, માટે કહે છે. કે-હે જગતના જીવો! ‘आलम्ब्यताम्’ તેનું જ અવલંબન કરો. લક્ષણની પર્યાયને આલંબન દ્રવ્યનું આપો. જેનું તે લક્ષણ છે એવા જ્ઞાયક દ્રવ્યનું એને આલંબન આપો. જગતના જીવો જ્ઞાનલક્ષણનું જ આલંબન કરો, કેમકે તે વડે જ યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.
હે જગતના જીવો, ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભગવાનનું આલંબન લો અને રાગ અને નિમિત્તનું આલંબન છોડો, કેમકે રાગ અને પરના આલંબનથી કલ્યાણ થતું નથી. જ્ઞાનની પર્યાય દ્વારા અંદર જતાં યથાર્થ જીવનું-જ્ઞાયકતત્ત્વનું ગ્રહણ થાય છે માટે એનું આલંબન લો.
કહે છે કે-વર્ણાદિ ભાવો જીવમાં કદી વ્યાપતા નથી. વર્ણ કહેતાં રંગ અને આદિ એટલે રાગાદિ ભાવો. તેઓ જીવમાં નિશ્ચયથી કદી વ્યાપતા નથી, તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ. તેઓ એક સમયની પર્યાયમાં છે, પરંતુ અંદર દ્રવ્યમાં કયાં વ્યાપે છે? ભગવાન જ્ઞાનસ્વરૂપી આત્મામાં રંગ અને રાગાદિ કયાં છે? માટે તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ. આ દયા, દાન, વ્રતાદિના ભાવ છે એ તો રાગ છે, અને રાગ જીવનું લક્ષણ નથી, તેથી એ વડે જીવ જણાતો નથી. અર્થાત્ એનાથી સમ્યગ્દર્શન થતું નથી.
વર્ણાદિ ભાવ નિશ્ચયથી જીવમાં વ્યાપતા નથી. જો તેઓ વ્યવહારથી વ્યાપે છે એમ માનવામાં આવે તોપણ દોષ આવે છે. સિદ્ધોમાં તો તે ભાવો વ્યવહારથી પણ નથી માટે અવ્યાપ્તિ દોષ આવે છે. જો વર્ણાદિ ભાવો જીવના હોય તો સદાય જીવમાં રહેવા જોઈએ, પરંતુ તેઓ સિદ્ધ અવસ્થામાં વ્યવહારે પણ હોતા નથી. માટે તેઓ સદાય જીવમાં વ્યાપતા નથી, માટે વર્ણાદિ ભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. અર્થાત્ રંગ, રાગ આદિ ભાવોનો આશ્રય કરવાથી જીવસ્વરૂપનું સમ્યગ્જ્ઞાન થતું નથી.
હવે કહે છે કે અમૂર્તપણું સર્વ જીવોમાં વ્યાપે છે. તેથી ‘આત્મા અમૂર્ત છે’ એમ લઈએ તો? તોપણ દોષ આવે છે, કારણ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ