૨૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ અને કાળ એ ચાર દ્રવ્યો પણ અમૂર્ત છે. ભગવાને છ દ્રવ્ય જોયાં છે. તેમાં આત્મા ઉપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો પણ અરૂપી-અમૂર્ત જોયાં છે. એટલે અમૂર્તપણું લક્ષણ તરીકે લેવામાં આવે તો, અમૂર્તપણું પોતામાં અને અન્ય દ્રવ્યોમાં પણ છે તે કારણે, એના વડે આત્મા જણાય એવો નથી. અમૂર્તપણું જેમ જીવમાં વ્યાપે છે તેમ અન્ય ચાર દ્રવ્યોમાં પણ વ્યાપે છે. તેથી અમૂર્તપણું જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
હવે કહે છે કે ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી, એટલે કે જાણવું, જાણવું, જાણવું-એવું જે લક્ષણ છે તે સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિ દોષથી રહિત છે. કોઈ વખતે તે લક્ષણ હોય અને કોઈ વખતે તે ન હોય એમ નથી. એ સર્વ જીવમાં સદા વ્યાપે છે. તથા ચૈતન્યલક્ષણ જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યમાં વ્યાપતું નથી, માટે અતિવ્યાપ્તિ દોષથી પણ તે રહિત છે. તેમજ તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે. માટે એનો જ આશ્રય કરવો. વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી એમ નકાર કર્યો હતો. હવે અસ્તિથી લીધું કે ચૈતન્યલક્ષણનો જ આશ્રય કરવો કેમકે તે વડે જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે.
અહાહા! આત્મા ત્રિકાળ જ્ઞાયકસ્વભાવી પ્રભુ છે. તે જ્ઞાનલક્ષણ વડે એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય દ્વારા જણાય છે. જ્ઞાનની પર્યાય જ્ઞાયક તરફ ઢળતાં એમાં જ્ઞાયકના સ્વરૂપનું યથાર્થ ગ્રહણ થાય છે. અહાહા! કેવી વાત કરી છે! બહારનાં વ્રત પાળવાથી, ભક્તિ કરવાથી કે તપ કરવાથી આત્મા ન જણાય. ભાઈ, એ તો બધો રાગ છે, એ કાંઈ જીવનું લક્ષણ નથી કે એનાથી જીવ જણાય.
શંકાઃ– વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય; નહીંતર એકાંત થઈ જશે.
સમાધાનઃ– ભાઈ! એમ નથી. પૂર્ણ વીતરાગ ન હોય ત્યાં સુધી વ્યવહાર હોય છે, પણ એ વ્યવહારથી નિશ્ચય પમાય છે એમ નથી. સમ્યગ્જ્ઞાન અને ચારિત્રમાં અલ્પતા છે. તેથી સાધકને રાગ-વ્યવહાર હોય છે. પણ તે રાગ સાધન છે અને તેથી આત્માને લાભ થાય છે એમ નથી. મંદરાગ પણ રાગ જ છે. મંદરાગથી શું લાભ થાય? પુણ્ય બંધાય પણ તેથી અબંધ સ્વભાવ હાથ આવે નહિ. જ્ઞાયકવસ્તુ તો જ્ઞાનની નિર્મળ પરિણતિ વડે જ જણાય છે અને રાગથી નહિ. આવું જ સ્વરૂપ છે.
ભાઈ! આ તો જીવન ચાલ્યું જાય છે. ઘણા જીવો તો મરીને તિર્યંચ થતા હોય છે. કારણ કે આર્ય મનુષ્યને માંસ-દારૂ ઇત્યાદિ તો હોતાં નથી તેથી નરકમાં તો ન જાય. વળી ધર્મ તો છે નહિ અને જેથી પુણ્ય બંધાય એવાં સત્ શાસ્ત્રોનાં પઠન-પાઠન, શ્રવણ-ચિંતવન-મનન ઇત્યાદિની પણ ફુરસદ મળે નહિ, આખો દિવસ સંસારમાં પાપની પ્રવૃત્તિઓ