સમયસાર ગાથા-૬૮ ] [ ૨૩પ કરે અને એમ ને એમ દેહ છૂટી જાય. તેથી ભગવાન તો એમ કહે છે કે ઘણા જીવો અહીંથી મરીને પશુમાં-ઢોરમાં અવતરે છે. તિર્યંચની સંખ્યા પણ મોટી છે. ભાઈ! આવાં ટાણાં મળ્યાં છે તોપણ જો આ ન સમજ્યો અને બહારમાં રોકાયો તો અવસર ચાલ્યો જશે. અરેરે! ધર્મના નામે પણ લોકોને કુધર્મ મળ્યો છે!
પ્રશ્નઃ– પણ અમારે દેશનું ભલું તો કરવું ને?
ઉત્તરઃ– ભાઈ! કોણ દેશનું ભલું કરી શકે છે? ‘હું દેશનું ભલું કરી શકું છું’ એ માન્યતા જ મિથ્યા છે. કોનો દેશ? આ દેશ કયાં તારો છે? એ તો પરક્ષેત્ર છે. તારો દેશ તો અસંખ્યાતપ્રદેશી ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે.
ત્યારે તે કહે છે-વ્યવહારથી તો છે?
ભાઈ! વ્યવહાર તો કહેવામાત્ર છે. એનો અર્થ જ એ કે એ તારો નથી. લોકો માત્ર ‘આ મારું ગામ છે’ એમ નથી કહેતા? (હા, કહે છે). તો શું તે ગામ એમનું છે? જરાય નહિ. ગામ તો ગામનું છે. તેમ ભાઈ! કોના દેશ અને કોના પાદર? પ્રભુ! જ્યાં (ભલું કરવાનો) રાગ તારો નથી ત્યાં દેશ તારો કયાંથી આવ્યો? રાગ છે એ તો ઉપાધિ-સંયોગીભાવ છે, તે કાંઈ સ્વભાવભાવ નથી, સ્વભાવભાવ તો ચૈતન્યલક્ષણ છે.
અહીં આનંદને જીવનું લક્ષણ કહ્યું નથી કેમકે તે પ્રગટ નથી. જ્યારે ચૈતન્યની પર્યાય તો પ્રગટ છે તેથી ચૈતન્યને જીવનું લક્ષણ કહ્યું છે.
આમ તો પંચાસ્તિકાયમાં ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય’ લક્ષણ કહ્યું છે. એ તો વસ્તુને સિદ્ધ કરવા કહ્યું છે. ત્યાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપને જીવનું લક્ષણ કહ્યું છે કેમકે તે જીવની પર્યાયમાં થાય છે એમ ત્યાં સિદ્ધ કરવું છે. જ્યારે અહીં તો વાસ્તવિક ધર્મ જેનાથી થાય એ લક્ષણ છે એમ લેવું છે.
‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તમ્ સત્’ એમ કહ્યું છે ત્યાં વિકારી ઉત્પાદને જીવનું લક્ષણ કહ્યું છે. પરંતુ એ જુદી ચીજ છે. એ લક્ષણ દ્વારા તો વસ્તુની સ્થિતિ-મોજૂદગી સિદ્ધ કરવી છે. પરંતુ અહીં તો ત્રિકાળી ચૈતન્યસ્વભાવ જ્ઞાનની પર્યાયથી જ જણાય એવો છે, રાગથી નહિ, માટે જ્ઞાનને જ એનું લક્ષણ કહ્યું છે.
હવે આત્માનો જાણક...જાણક...જાણકસ્વભાવ જ્ઞાનલક્ષણ વડે પ્રગટ છે, અર્થાત્ જ્ઞાનલક્ષણથી જીવ જણાય એવો છે, છતાં લોકો અજ્ઞાનમાં આ લક્ષણને કેમ જાણતા નથી? - આમ આચાર્ય આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરે છે. હજી વિકલ્પ છે ને? તેથી આચાર્ય આશ્ચર્ય અને ખેદ બતાવે છેઃ-
‘इति लक्षणतः’ આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે ‘जीवात् अजीवम् विभिन्नम्’