સમયસાર ગાથા-૬૮ ] [ ૨૪૭ લઈને કે રાગની મદદથી જીવ-અજીવ જુદા ન થાય. ભાઈ! જેને જુદો પાડવો હોય તેની મદદ જુદા પાડવામાં કેમ હોય? રાગ તો અજીવ છે અને તેને તો ચૈતન્યથી જુદો પાડવો છે. તો રાગની સહાયથી રાગ જુદો કેમ પડે? ન પડે. બહુ ઝીણી વાત!
-આ પ્રમાણે જીવ-અજીવ જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. અર્થાત્ જીવ જીવરૂપે થઈ ગયો અને અજીવ અજીવરૂપે થઈ ગયું.
જીવ અને રાગાદિક જે અજીવ છે તે બન્નેની અહીં વાત છે. જેમ નાટકમાં નટ સ્વાંગ લઈને આવે છે તેમ જ્ઞાયકસ્વભાવી ચૈતન્યસ્વરૂપ જીવ અને અજીવ રાગનું રૂપ ધારણ કરીને અખાડામાં પ્રવેશ કરે છે. એ બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. આત્માએ રાગનો સ્વાંગ રચ્યો છે અને રાગ જાણે કે આત્મા હોય એવો સ્વાંગ રચ્યો છે, પરંતુ ભેદજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ પુરુષ ભેદજ્ઞાન-સમ્યગ્જ્ઞાન વડે તે જીવ અને અજીવને, તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને, બન્નેને જુદા જાણે છે. આત્માનું લક્ષણ ચૈતન્ય છે, જ્યારે રાગ-વ્યવહારરત્નત્રયનો રાગ પણ અચેતન છે. આમ બન્નેના ભિન્ન લક્ષણો વડે તેમને ભિન્ન વસ્તુઓ તરીકે ધર્મી જાણે છે. ધર્મીજીવ બન્નેની લક્ષણભેદથી પરીક્ષા કરે છે કે-આ જાણનાર તે હું આત્મા અને આ અનુભવથી ભિન્ન રહેતો અચેતન રાગ તે હું નહિ. આમ બન્નેને જ્યાં જુદા જાણી લીધા ત્યાં સ્વાંગ પૂરો થાય છે, અને બન્ને જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી જાય છે. એટલે કે આત્મા આત્મામાં આનંદરૂપે રહે છે અને રાગ, રાગરૂપે રહી નીકળી જાય છે. આ પ્રમાણે અલંકાર કરીને વર્ણન કર્યું છે.
હવે ટૂંકમાં કહે છે કે-આ જીવ અને અજીવનો અનાદિથી સંયોગ છે. પરંતુ જેની દ્રષ્ટિ સંયોગી છે તે અજ્ઞાની, સંયોગીભાવ પોતાના છે એમ માનીને ભિન્ન આત્માના ચૈતન્યસ્વરૂપને પામતો નથી. પણ જ્યારે ભેદજ્ઞાન-સમ્યગ્જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાની, જ્ઞાન પોતાનું લક્ષણ છે એમ જાણી રાગને જુદો પાડે છે. નિજ સ્વભાવ તો જ્ઞાનાનંદસ્વરૂપ છે અને તે હું છું, આ રાગાદિભાવ તે હું નહિ-એમ જ્ઞાનલક્ષણથી જ્ઞાયકને પકડતાં રાગ ભિન્ન પડી જાય છે અને આત્માના આનંદનો અનુભવ થાય છે. અહાહા! સદ્ગુરુનો ઉપદેશ સાંભળી સારો દિવસ પામતાં (કાળલબ્ધિ પાક્તાં) અજ્ઞાન દૂર થાય છે અને ત્યારે જગતમાં મહંત-મહાત્મા કહેવાય છે અને મોક્ષ પ્રાપ્ત કરીને સદાય નિજ આનંદરૂપે રહે છે.
અહીં સદ્ગુરુનો ઉપદેશ સાંભળતાં અજ્ઞાન દૂર થાય છે એમ કહ્યું એમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું. પણ નિમિત્ત-ઉપદેશથી જ્ઞાન થયું છે એમ ન જાણવું. કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્યદ્રવ્ય વડે નીપજે છે એમ ત્રણકાળમાં નથી. ગાથા ૩૦૮ થી ૩૧૧ ની ટીકામાં આવે છે કે-‘સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે.’ વળી ગાથા ૩૭૨ની ટીકામાં લીધું છે કે-‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્યદ્રવ્ય વડે અન્યદ્રવ્યના ગુણનો (પર્યાયનો)