૨૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ઉત્પાદ કરવાની અયોગ્યતા છે.’ તથા ત્યાં તો છેલ્લે એમ લીધું છે કે-‘કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ.’
પ્રશ્નઃ– પરંતુ કાર્યમાં બે કારણ હોય છે ને?
ઉત્તરઃ– ભાઈ! આ ગાથામાં કયાં બે કારણ લીધાં છે? બીજું કારણ (નિમિત્ત કારણ) તો ઉપચાર-આરોપ કરીને એનું જ્ઞાન કરાવવા કહ્યું છે.
ખરેખર તો નિશ્ચય અને વ્યવહાર-મોક્ષમાર્ગ પણ ધ્યાનમાં પ્રગટ થાય છે. માટે વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગ થાય છે એ વાત જ રહેતી નથી. દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭માં કહ્યું છે કે-‘दुविहंपि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा।’ (ધ્યાન કરવાથી મુનિ નિયમથી નિશ્ચય અને વ્યવહારરૂપ મોક્ષમાર્ગ પામે છે.) બે પ્રકારનું મોક્ષનું કારણ (મોક્ષમાર્ગ) ધ્યાનમાં પ્રગટ થાય છે. એટલે કે નિજ ચૈતન્યનો આશ્રય કરતાં જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે છે તે જ કાળે જે રાગ બાકી છે તેને આરોપથી વ્યવહારમોક્ષમાર્ગ કહેવાય છે. તેથી વ્યવહારમોક્ષમાર્ગથી નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટે છે એમ જ નહિ; કેમ કે બન્ને એક સાથે પ્રગટ થાય છે. આનંદનો નાથ ભગવાન આત્મા છે. તેને ધ્યેય બનાવી સ્વાશ્રયે ધ્યાન કરતાં નિશ્ચય-મોક્ષમાર્ગ પ્રગટે છે. તે જ કાળે જે રાગ બાકી રહે છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. તેથી વ્યવહાર અને નિશ્ચય આગળ-પાછળ છે એમ નથી. માટે વ્યવહારથી નિશ્ચય થાય છે એમ માનવું યથાર્થ નથી.
પ્રશ્નઃ– પરંતુ અહીં તો દેશનાલબ્ધિ મળતાં અજ્ઞાન દૂર થાય છે એમ લખ્યું છે ને?
ઉત્તરઃ– ભાઈ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે. એ તો ત્યાં એમ સમજાવ્યું છે કે સમ્યગ્દર્શન થવા પહેલાં દેશનાલબ્ધિ હોય છે, બસ એટલું; પરંતુ તેથી કરીને એનાથી (દેશનાલબ્ધિથી) સમ્યગ્દર્શન થાય છે એમ નથી. તથા જ્યારે પરનું લક્ષ છોડીને સ્વમાં જાય છે ત્યારે ગુરુના ઉપદેશને નિમિત્ત કહેવામાં આવે છે.
કહ્યું ને કે-સર્વદ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે. એટલે બીજી ચીજ જીવની પર્યાયને કરે કે પરની પર્યાય ઉત્પન્ન કરવાને જીવ લાયક થાય-એવા ભાવનો અભાવ છે. નહીંતર તો બે દ્રવ્યો વચ્ચે કારણ-કાર્યભાવ સિદ્ધ થઈ જાય. પણ તેની તો અહીં ના પાડે છે. અને તેથી જીવ અને અજીવનું (પરસ્પર) ર્ક્તાકર્મપણું સિદ્ધ થતું નથી. એટલે કે જીવનું કાર્ય રાગ છે અને રાગથી જીવનું કાર્ય થાય છે એમ સિદ્ધ થતું નથી. જીવ પોતાનાં પરિણામને અન્યનિરપેક્ષપણે પોતે ર્ક્તા થઈને કરે છે. જીવ અજીવનું કાર્ય કરે અને અજીવ જીવનું કાર્ય કરે એ વાત ત્રણકાળમાં છે જ નહિ. ગાથા ૩૭૨માં કહ્યું છે ને કે-‘સર્વદ્રવ્યોને નિમિત્તભૂત અન્યદ્રવ્યો પોતાના